બાળકોને સુરક્ષા મળી રહે તે માટે કાયદાની જાગૃતિ આવશ્યક : સી.આર.ખરસાણ

(સંવાદદાતા દ્વારા) વાપી, તા.રપ
બાળક એ દેશનું ભાવિ અને ઉજ્જવળ પેઢી છે, બાળકોને સુરક્ષા મળી રહે તે માટે કાયદાની જાગૃતિ આવશ્યક છે, તેમ જિલ્લા બાળ સુરક્ષા એકમ વલસાડના ઉપક્રમે મોંઘાભાઇ હોલ, વલસાડ ખાતે જુવેનાઇલ જસ્ટિસ સિસ્ટમ અંગેનો યોજાયેલા વર્કશોપ અવસરે જિલ્લા કલેકટર સી.આર. ખરસાણે જણાવ્યું હતું.
જુવેનાઇલ જસ્ટિસ સિસ્ટમ સેમીનારને જિલ્લા કલેકટર સી.આર.ખરસાણે દીપ પ્રાગટય કરી ખુલ્લો મૂકયો હતો. નાયબ પોલીસ અધિક્ષક ઝાલાએ જણાવ્યું હતું કે, જુવેનાઇલ જસ્ટિસ અને ચાઇલ્ડ પ્રોટેકશન એકટની જાણકારી હોવી ખૂબ જરૂરી છે. બાળકો માટેના કાયદાની અમલવારી નિયમોના દાયરામાં રહીને જ કરવી જોઇએ. બાળકો માટેના કાયદાની જાણકારી દરેકને હશે તો તે સમાજ માટે ખૂબ ઉપયોગી નિવડશે.
આ પ્રસંગે બાળ સુરક્ષા એકમ વલસાડ દ્વારા પ્રકાશિત કરાયેલા પુસ્તકનું વિમોચન જિલ્લા કલેકટરના હસ્તે કરવામાં આવ્યું હતું.
બાળ સુરક્ષા અધિકારી કુ. જાસ્મીન પાંચાલે બાળ સુરક્ષા એકમ દ્વારા કરવામાં આવતી કામગીરી ઉપરાંત જુવેનાઇલ જસ્ટિસ અને ચાઇલ્ડ પ્રોટેકશન અંગેની વિસ્તૃત માહિતી આપી હતી.
આ પ્રસંગે ચાઇલ્ડ ડેવલોપર અને મોટીવેટર ગૌરાંગ પટેલે હકારાત્મક અભિગક અંગે, વલસાડના સરકારી વકીલ યોગેશભાઇ પટેલે બાળકોને લગતા કેસોમાં તપાસ કરવા અંગે ધ્યાનમાં રાખવાની બાબતો અંગે, પારડીના સરકારી વકીલ રચનાબેન સોનીએ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ તેમજ પોકસો એકટ અંગે તેમજ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડના સભ્ય શ્રીમતી પરિચદર દેલિયરવાલાએ બાળકો સાથે કામ કરતી વખતે રાખવામાં આવતા વ્યવહારો અંગે જાણકારી આપી હતી.
નોડલ અધિકારી અને ડી.વાય.એસ.પી. વી.એન. પટેલે આભારવિધિ કરી હતી. સ્વાગત પ્રવચન વિજયભાઇએ કર્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks