બળાત્કાર કેસમાં ડેરા સચ્ચા સૌદાના વડા રામ-રહીમ દોષિત અને અન્ય નવ મુખ્ય સમાચાર

(એજન્સી) નવી દિલ્હી, તા.રપ
૧. ર૦૦ર બળાત્કાર કેસના આરોપી ડેરા સચ્ચા સૌદાના રામ-રહીમ દોષિત ઠેરવાયા. સીબીઆઈ કોર્ટના ચુકાદા બાદ રાજ્યમાં હિંસા ફાટી નીકળી.
ર. નંદન નિલકાણીએ કહ્યું કે, ઈન્ફોસિસના સીઈઓની પસંદગી વૈશ્વિક ધોરણે કરાશે. નવા ચૂંટાયેલા ચેરપર્સને રોકાણકારોને ખાતરી આપી કે તે કંપનીના કો.ફાઉન્ડર નારાયણ મૂર્તિનું સમર્થન કરશે.
૩. સુપ્રીમકોર્ટે બંધારણની કાયદેસરતા જાળવવા માટે ચુસ્તપણે ધ્યાન રાખવું પડશે.
૪. મોદી સાથે ૮ કરારો કર્યા બાદ વડાપ્રધાન દૈબાએ કહ્યું કે નેપાળ તેની જમીન પર ભારત વિરોધી ગતિવિધિઓ ચલાવી લેશે નહીં.
પ. સેમસંગના હૈર લી જાયોંગને લાંચ, છેતરપિંડી બદલ પાંચ વર્ષની સજા.
૬. મુંબઈ યુનિવર્સિટીએ નોંધ્યું કે, હજારો વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હોવા છતાં ગેરહાજર દર્શાવાયા. ટેકનિકલ ભૂલના કારણે આમ બન્યું હોવાનો દાવો, ૩૧ ઓગસ્ટના રોજ પરિણામ જાહેર કરાશે.
૭. મ્યાનમારના રાખીને રાજ્યમાં આતંકી હુમલો થતાં ૩રનાં મોત.
૮. રેગીંગના આરોપસર એઆઈઆઈએમએસના ૧ર વિદ્યાર્થીઓ ત્રણ મહિના માટે સસ્પેન્ડ.
૯. ભાજપાધ્યક્ષ અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાજ્યસભાના સાંસદ તરીકે શપથગ્રહણ કર્યા.
૧૦. મુંબઈમાં ગર્ભપાત કરાવવાની મંજૂરી અપાતાં મહિલાએ બાળકને જન્મ આપ્યો. બાળક જન્મતાની સાથે જ મૃત્યુ પામ્યો. ગર્ભપરિક્ષણમાં ન્યુશેલોજીકલ ડીસ ઓર્ડર આવતાં માતાએ માર્ચમાં સુપ્રીમકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks