મેરઠમાં ભાજપ સભ્યએ મહિલા પર રેપ કરી ડ્રાઈવર સાથે બળજબરીથી લગ્ન કરાવ્યા

(એજન્સી) મેરઠ, તા.૩૦
ઉત્તરપ્રદેશના મેરઠમાં એક યુવતીએ ભાજપના એક નેતા અને તેના ડ્રાઈવર પર ગેંગરેપનો આરોપ લગાવ્યો. આ ઘટના કેટલાક મહિનાઓ પહેલાંની છે. મેરઠના પરતાપુર વિસ્તારના કાંશી ગામમાં રહેનાર એક યુવતીને ભાજપ જિલ્લા પંચાયતના સભ્ય અને તેના ડ્રાઈવરે નશીલી દવા આપીને ગેંગરેપ કર્યા હોવાનો આરોપ લગાવ્યો. આરોપી ભાજપ નેતાનું નામ વિક્કી તનેજા છે. મહિલાએ કહ્યું કે, તેને બળજબરીપૂર્વક હરિદ્વાર લઈ જવામાં આવ્યા અને તેની સાથે રેપ કરવામાં આવ્યો. પીડિતાએ આ મામલે એસએસપી રાજેશ પાંડેને પોતાનું નિવેદન આપ્યું છે અને ન્યાયની માગ કરી છે. યુવતીએ પોતાના ફરિયાદ પત્રમાં કહ્યું છે કે, ડ્રાઈવરે ફેસબુક દ્વારા તેનાથી મિત્રતા કરી હતી.
પીડિતાએ કહ્યું કે એક દિવસ ડ્રાઈવરે જણાવ્યું કે, તેના લગ્ન થવા જઈ રહ્યા છે અને ત્યારબાદ તે તેનાથી ક્યારેય ન મળી શકે. ત્યારબાદ ડ્રાઈવરે તેને છેલ્લી મુલાકાત માટે બોલાવ્યો. પીડિતાએ કહ્યું કે, ડ્રાઈવરે ઘરે મિત્રની બર્થ ડે પાર્ટીના બહાને બોલાવી અને પીડિત તેને મળવા ગઈ મહિલાએ કહ્યું કે જ્યારે તે ડ્રાઈવરને મળવા પહોંચી ત્યારે વિક્કી તનેજા પોતાની ગાડી સાથે ઊભો હતો. પીડિતાનો આરોપ છે કે, બંનેએ તેણીને ખતૌલી સુધી સાથે ચાલવા કહ્યું, ત્યાં કોલ્ડડ્રીંકમાં નશીલી દવા મીલાવીને તેને બેહોશીની હાલતમાં હરિદ્વાર લઈ જવામાં આવી ત્યાં મહિલાને બીમાર ગણાવી હોટલમાં રૂમ લીધો. મહિલાનો આરોપ છે કે હોટલમાં વિક્કી અને ડ્રાઈવરે તેના પર ગેંગરેપ કર્યો અને બીજા દિવસે તેને તેજગઢના ચાર રસ્તા પર છોડી મૂકી. મહિલાનું કહેવું છે કે, જ્યારે તેણીએ આ ઘટનાની ફરિયાદ પોલીસને કરી તો ડ્રાઈવર સાથે તેના બળજબરીપૂર્વક લગ્ન કરાવી દીધા. મહિલાનું કહેવું છે કે, લગ્નના છ મહિના બાદ ડ્રાઈવરે તેને છોડી દીધી ત્યારબાદ તેણીને ચૂપ રહેવાની ધમકીઓ મળવા લાગી. ત્યાં જ ભાજપ નેતાઓએ આરોપોનો ઈન્કાર કર્યો. ભાજપ નેતાનું કહેવું છે કે મહિલા તેને જૂઠા કેસમાં ફસાવી રહી છે. અને આશરે છ મહિના પહેલાં પણ તેણે આવી જ રીતે ફસાવવાનો પ્રયાસ કર્યો હતો. વિક્કીનું કહેવું છે કે તેના રાજકીય વિરોધી યુવતીને તેની વિરૂદ્ધ ઉપયોગ કરી રહ્યા છે. વિક્કીએ કહ્યું કે, ડ્રાઈવરને છ મહિના પહેલાં નોકરીમાંથી હટાવી દીધો છે. પોલીસનું કહેવું છે કે ઘટનાની ગંભીરતાને જોતા આની વિસ્તારથી તપાસ કરવામાં આવશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks