AhmedabadGujarat

અહો આશ્ચર્યમ : સુરતના કામરેેજમાં જન્મેલી બાળકીને ર૬ આંગળીઓ…!

અમદાવાદ, તા.ર
સુરત જિલ્લાના કામરેજ નજીક આવેલા માકણા ગામમાં રહેલી એક મહિલાને એવી બાળકીનો જન્મ થયો છે જે રેરેસ્ટ ઓફ રેર કેસ બની ગયો છે. લાખોમાં જ જવલ્લે જોવા મળતા આ કેસમાં બાળકીને હાથ પગની મળી કુલ ર૬ આંગળીઓ છે જેમાં બંને હાથમાં છ-છ અને બંને પગમાં સાત-સાત આંગળીઓ જોવા મળે છે.
મૂળ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ખાખબાઈ ગામના પ્રભાબેન અને પ્રકાશભાઈ બચુભાઈ જાલન્ધ્રા (આહિર)ને ત્યાં એક છોકરો અને એક છોકરી બાદ સાત વર્ષના લગ્નજીવનમાં ત્રીજા સંતાનમાં બાળકીનો જન્મ થયો હતો. રત્નકલાકાર તરીકે કામ કરતાં પ્રકાશભાઈએ જણાવ્યું હતું કે, પત્નીની આ ચોથી પ્રસૂતિ હતી. એક બાળક મોતને ભેટ્યું હતું. ૨૬ આંગળીઓ વાળી બાળકીની પ્રસૂતિ સુધીના સોનાગ્રાફીથી લઈને તમામ રિપોર્ટ નોર્મલ હતા. અમને બાળકીના જન્મ સુધી ૨૬ આંગળીઓ હોવાની જાણ નહોતી. બીજી ડિસેમ્બરના રોજ નોર્મલ ડિલિવરીમાં બાળકીના જન્મ સાથે જ ૨૬ આંગળીઓ હોવાનું જાણીને આશ્ચર્ય સાથે ખુશી થઈ હતી કારણ કે, અમારા પરિવારમાં કોઈને પણ આ પ્રકારે વધારે આંગળીઓ નથી કે, નથી મારી પત્નીના પરિવારમાં પણ નથી જેથી અમારા ઘરની આસપાસ પણ કુતૂહલ સર્જાયું છે.
બાળકીનો જન્મ થયો તે કામરેજની હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું હતું કે, એનોમલી સ્કેનમાં હ્રદય,કિડની વગેરે નોર્મલ હોવાનું સામે આવ્યું હતું એટલે ટુડી કે થ્રીડી સ્કેન નહોતા કરાવ્યા. બાળકીના જન્મ સમયે તેનું વજન પણ સાડા ત્રણ કિલોનું હતું. નોર્મલ પ્રસૂતિ થઈ હતી.
મેડિકલની ભાષામાં પોલી ડેકટાઈલીના નામે ઓળખાતો આ બહુ રેરેસ્ટ ઓફ રેર કેસ કહી શકાય. લાખોમાં આવો કેસ બની શકે છે. ગર્ભમાં જ્યારે કોષનું વિભાજન થતું હોય ત્યારે ટિ્‌વન્સ બનવાની જગ્યાએ એક જ બાળકમાં બીજું બાળક બન્યા વગર એકમાં જ તેના અંગો આવી જાય તે પ્રકારનો આ રેર કેસ કહી શકાય. આંગળીઓ ભલે વધારે હોય પણ બાળકીને આગળ જતાં કોઈ તકલીફ થાય તેવું ન કહી શકાય.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.