એકબાજુ દેશના વડાપ્રધાન ડિજિટલ ઇન્ડિયાના સપના જોઈ રહ્યા છે. ત્યારે બીજી બાજુ શૈક્ષણિક રીતે પછાત ગણાતા બનાસકાંઠા જિલ્લાનું વહીવટીતંત્ર પણ શૈક્ષણિક રીતે પછાત હોવાની પ્રતીતિ કરાવી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લા પ્રશાસનને સ્વાતંત્ર્ય દિન અને પ્રજાસત્તાક દિનની ગતાગમ જ પડતી ન હોય તેવું જણાઈ રહ્યું છે. જિલ્લા વહીવટી તંત્રે પાલનપુર ખાતે આગામી ૧૫મી ઓગસ્ટને પ્રજાસત્તાક દિન ગણાવતા હોર્ડિંગ્સ લગાવ્યા હતા. જે છબરડો ચર્ચાની એરણે ચડતા આજે તંત્ર હરકતમાં આવ્યું હતું. દરમિયાન, તંત્રે પોતાની ભૂલ સુધારી ૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી એવો સુધારો કરી પોતાની ભૂલ સુધારી લીધી હતી.
(તસવીર :- અખ્તર ચૌહાણ,પાલનપુર)
Facebook
0
Twitter
0