Gujarat

પાલનપુર તાલુકા પોલીસ વિરૂદ્ધ બનાસકાંઠા એસ.પી.ને રજૂઆત

છાપી, તા.૧૪
પાલનપુર તાલુકાના વાસણા(જ) ગામમાં ગત તા.૧૦/૧૧/૨૦૧૮ના રોજ એકજ સમાજના પંદરથી વીસ જેટલા યુવકોએ ગામમાં બોર ઓપરેટર તરીકે ફરજ બજાવતા તેજાજી રાજપૂત અને તેઓના પુત્ર ઉપર જીવલેણ હુમલો કર્યો હતો તેઓ વિરૂદ્ધ પાલનપુર તાલુકા પોલીસમાં ફરિયાદ આપવા ગયેલ પીડિત સાથે પોલીસે અસભ્ય વર્તન કરવા સાથે ધમકાવતા વાસણા ગામના રાજપૂત સમાજના આગેવાનોએ પોલીસ વિરૂદ્ધ જિલ્લા પોલીસ અધિકારીને બુધવારે આવેદન પત્ર આપી ન્યાય માગ્યો હતોે.
પ્રાપ્ત વિગતો મુજબ વાસણા (જ) ગામમાં ચાર દિવસ પૂર્વે ચૌધરી અને રાજપૂત સમાજ વચ્ચે કોઈ અગમ્ય કારણો સર મારામારી થઈ હતી જેમાં ચૌધરી સમાજના યુવકો દ્વારા ગામના તેજાજી હેદુજી રાજપૂત અને તેમના પુત્ર ગુલાબજી ઉપર જીવલેણ હુમલો કરી તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો હતો. જે બાદ પીડિત દ્વારા પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા ગયા હતા જ્યાં ફરજ પરના પોલીસ કર્મી આરોપીઓની જ્ઞાતીના હોઈ ફરિયાદીને ધમકાવી ફરિયાદ સાંજ સુધી નોંધી ન હતી અને બાદમાં મનઘડત ફરિયાદ નોંધી અમો ચૌધરી સમાજની છેક ગાંધીનગર સુધી પહોંચ છે. તમારાથી જે થાય તે કરી લો તેવી ધમકી આપી હોવાનો આક્ષેપ અરજદારે કરી જિલ્લા પોલીસ વડાને આવેદન આપી આ પોલીસ કર્મીઓની બદલી કરી ફરિયાદની તટસ્થ તપાસની માંગ કરી હતી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.