કચ્છમાં જીવદયાના નામે કરાતી કનડગત બંધ કરાવવા માગણી

તા.૧૮
મુસ્લિમોના ધાર્મિક તહેવાર બકરી ઈદ પર જીવદયાના નામે કનડગત ન થાય તેની તકેદારી લેવા બાબતે અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિએ કચ્છ કલેક્ટરને રજૂઆત કરી છે.મુસ્લિમોનો તહેવાર બકરી ઈદના ત્રણ દિવસોમાં પરંપરાગત ઘેટા-બકરાં જેવા જાનવરોની કુરબાની આપવામાં આવે છે. ગુજરાતમાં ગાય અને તેની નસલની કુરબાની (કતલ) પર પ્રતિબંધ છે. સરકારના કાયદા અને આદેશને માન આપવું અને તેના પર અમલ કરવો એ અમારી નૈતિક ફરજમાં આવે છે. જેથી ગુજરાતમાં ગાય અને તેની નસલની કુરબાની મુસ્લિમો તરફથી કરવામાં આવતી નથી. સમગ્ર જિલ્લા અને સમગ્ર ગુજરાતના મુસ્લિમ ભાઈઓને અપીલ પણ કરી છીએ કે, સરકારના આદેશનુ માન આપી તેમજ આપણા હિન્દુ ભાઈઓની ધાર્મિક ભાવનાઓને ધ્યાનમાં રાખી ગાય અને તેની નસલની કુરબાની કરવાનો જરા-બરાબર પ્રયત્ન ન કરે તેમજ કુરબાની કરે તે પણ જાહેર રસ્તાઓ પર ખુલ્લામાં ન કરે.બાકીના ઘેટાં-બકરાં જેવા જાનવરોની કુરબાની કરવી એ મુસ્લિમોની ધાર્મિક બાબત અને મુસ્લિમોનો બંધારણીય હક્ક છે. આવા સમયે મુસ્લિમ વિરોધી માનસ ધરાવતા કેટલાક સંગઠનો જીવદયાના નામે બહાર ગામડાઓમાંથી લવાતા જાનવરોને પકડી ખોટા કેસો બનાવી હેરાન કરે છે. તે અંગે જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનો પર ઘટતા આદેશો આપવા માગણી કરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks