‘બંધારણ બદલવાની ટિપ્પણી’ કરનાર કેન્દ્રીય મંત્રી અનંતકુમાર હેગડેએ માફી માંગી

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૮
‘બંધારણ ફેરફાર ટીપ્પણી’ કરનાર કેન્દ્રીય મંત્રી અનંત કુમાર હેગડેએ માફી માંગી છે. ગુરૂવારે હેગડેએ લોકસભામાં માફી માંગી હતી. તેમણે કહ્યું કે મારી ટીપ્પણીને ખોટા અર્થમાં રજૂ કરવામાં આવી. ગૃહની કાર્યવાહી શરૂ થતાં હેગડેએ કહ્યું હું બંધારણ, સંસદ અને બાબાસાહેબ આંબેડકરનો ખૂબ જ આદર કરૂ છું. મારે માટે બંધારણ સર્વોપરી છે અને તેની પર કોઈ સવાલ જ ખડો ન કરી શકાય. એક નાગરિક તરીકે હું કદી પણ બંધારણની વિરૂદ્ધમાં ન જઈ શકું. કોંગ્રેસના નેતા મલ્લિકાર્જિન ખડેગેએ કહ્યુંમ કે હેગડેએ આંબેડકરની વિરૂદ્ધમાં બોલ્યાં છે. ત્યાર બાદ લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને હેગડેને માફી માંગવાનું કહ્યું હતું. અધ્યક્ષે કહ્યું કે જીવનમાં આપણને ક્યારેય એવું લાગતું હોય છે કે આપણે સાચું કહ્યું છે પરંતુ તેને કારણે બીજાની લાગણીને ઠેસ પહોંચી શકે છે. લોકસભા અધ્યક્ષની વાત માનીને હેગડેએ માફી માંગી લીધી હતી. તેમણે કહ્યું કે મારા શબ્દોને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યાં તેમ છતાં પણ મારી ટીપ્પણીને કારણે કોઈની લાગણી દૂભાતી હોય તો હું તે બદલ તેમની માફી ચાહુ છું. રવિવારે કર્ણાટક ખાતેના એક કાર્યક્રમમાં સ્કીલ ડેવલપમેન્ટ રાજ્યમંત્રી અનંત કુમાર હેગડેએ એવી ટીપ્પણી કરી હતી કે લોકોએ પોતાના ધર્મથી ઓળખાવું જોઈએ કે જેમને પોતાના કૂળની પણ ખબર નથી તેવા લોકો પોતાની જાતને ધર્મનિરપેક્ષ ગણાવે છે. તેઓ તેમની ટકાવારી વિશે જાણતા નથી. હેગડેએ એવું પણ કહ્યું હતું કે અમે બંધારણને બદલવા માટે આવ્યાં છીએ અને અમે તેને બદલી નાખીશું. મોદી શિમલા હોવાથી ગૃહમાં હાજર નહોતા. શોરબકોર ભર્યા માહોલનની વચ્ચે અધ્યક્ષે બપોર સુધી ગૃહની કાર્યવાહી મુલતવી રાખી હતી. તેમણે કહ્યુંહતું કે કેટલાક લોકો કહી રહ્યાં છે બંધારણમાં ધર્મનિરપેક્ષતાની વાત કરવામાં આવી છે અને તેને સ્વીકારવું જોઈએ. આપણે બંધારણનો આદર કરવો જોઈએ. હેગડેએ કહ્યું હતું કે અમે અહિં બંધારણમાં ફેરફાર કરવા આવ્યાં છીએ.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks