(એજન્સી) દાર્જલિંગ, તા.૬
પશ્ચિમ બંગાળના દિલીપ ઘોષને દાર્જલિંગમાં બીજા પક્ષના પાર્ટી નેતાઓ દ્વારા દોડાવીને ફટકાર્યા હતા. આ મામલે પશ્ચિમ બંગાળના દાર્જલિંગમાં ભાજપ કાર્યકર્તાઓથી મારપીટના આરોપમાં બે લોકોની ધરપકડ કરી છે. કહેવામાં આવ્યું છે કે, અલગ ગોરખાલેન્ડની માંગ કરી રહેલા ગોરખા જનમુક્તિ મોરચાની મદદથી બંનેએ ભાજપના કાર્યકર્તાઓ સાથે મારપીટ કરી હતી. બંને આરોપીઓ ય્ત્નસ્ના નેતા બિનય તમાંગના સહયોગીઓના મદદથી આ ઘટનાને અંજામ આપ્યો હતો. મીડિયા રિપોર્ટસ, મુજબ પોલીસ બંને આરોપીઓની પૂછપરછ કરી રહી છે અને થોડા સમયમાં કજ ઘટનામાં સામેલ લોકો વિરૂદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે. જે સમયે આ ઘટના બની ત્યારે પશ્ચિમ બંગાળના ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષ પણ હાજર હતા. દિલીપ ઘોષે દાવો કર્યો કે હુમલાખોરોએ તેમની સાથે પણ ધક્કા-મુક્કી કરી હતી. આ મામલે તમાંગે કહ્યું કે GJMના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવેલ હુમલો ખૂબ જ નિંદાને પાત્ર છે અને હું ભાજપના કાર્યકર્તાઓને વિનંતી કરૂં છું કે દાર્જલિંગના લોકોની ભાવનાઓ સાથે ન રમે. તેઓ દાર્જલિંગના લોકોની ભાવનાઓને દુઃખ આપી રહ્યા છે. કારણ કે ગોરખાલેન્ડનો મુદ્દોએ ખૂબ જ જૂનો છે. ગત સમયમાં ભાજપાને અમે બે વાર લોકસભા ચૂંટણી જીતાવી હતી. અમે દાર્જલિંગમાં કોઈપણ પ્રકારની હિંસા નહીં ચલાવી લઈએ. કોઈપણ વ્યક્તિ દાર્જલિંગની એકતાને તોડી નહીં શકે. દિલીપ ઘોષ અને ભાજપા કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થઈ હતી.
વિજય સંમેલાણીની પાર્ટી કાર્યકર્તાઓ દ્વારા એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે ત્યાંના કાર્યકર્તાઓએ ભાજપ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા અને કાળા વાવટાઓ બતાવ્યા હતા. જેને લઈ ભાજપના કાર્યકર્તાઓ ગુસ્સે ભરાયા અને પક્ષના પાર્ટી કાર્યકર્તાઓ સાથે મારપીટ કરી હતી.