બાંગ્લાદેશે રોહિંગ્યા શરણાર્થીઓને મોબાઈલ ફોન વેચવા પર પ્રતિબંધ મૂક્યો

(એજન્સી) ઢાકા, તા.ર૪
બાંગ્લાદેશ સરકારે તેના દેશમાં રહેતા રોહિંગ્યા શરણાર્થીઓને મોબાઈલ ફોન વેચવા પર પ્રતિબંધ મૂક્યો છે. જે સલામતીના પગલાંરૂપે પ્રતિબંધિત કરાયા છે. ટેલિકોમ કંપનીઓને આ બાબતની સૂચના આપી દેવાઈ છે. બાંગ્લાદેશના ટેલિકોમ મંત્રાલયના વરિષ્ઠ અધિકારી ઈનાયત હુસેને કહ્યું કે, દેશમાં શરણ લઈ રહેલા સાડા ચાર લાખ રોહિંગ્યા પર મોબાઈલ ફોન વાપરવાનો પ્રતિબંધ લાગુ કરી દેવાયો છે. રોહિંગ્યા કોઈ સીમકાર્ડ ખરીદી નહીં શકે. જો કોઈ મોબાઈલ કંપની કાર્ડ ઈશ્યુ કરશે તો તેને દંડ કરાશે. શનિવારે આ પ્રતિબંધો નિર્વાસિતો માટે લાદવામાં આવ્યા હતા. બાંગ્લાદેશે અગાઉ પણ તેના નાગરિકો માટે સીમકાર્ડ ખરીદવા ઓળખપત્ર ફરજિયાત બનાવ્યું હતું જે હતાશ ત્રાસવાદીઓની દેશમાં વધતી તાકાતને અટકાવવા માટેની કાર્યવાહી છે. બાંગ્લાદેશના ટેલિકોમ મંત્રી તરાના હલીમે કહ્યું કે, રોહિંગ્યા માટે અમે માનવીય કદમો ઉઠાવી રહ્યા છીએ. પરંતુ તે સાથે અમે દેશની સલામતી સાથે સમજૂતી નહીં કરીએ. આ પ્રતિબંધ કામચલાઉ છે. એકવાર શરણાર્થીઓને બાયોમેટ્રીક કાર્ડ વિતરણ કર્યા બાદ સીમકાર્ડ આપી શકાય. તે માટે છ માસનો સમય લાગે. મ્યાનમારમાં હિંસા બાદ ૪.પ૦ લાખ રોહિંગ્યા મુસ્લિમોએ બાંગ્લાદેશમાં શરણ લીધી છે. જેઓ ખુલ્લામાં શરણ લઈ રહ્યા છે. ઘણાને ખેતરો અને જંગલોમાં શરણ અપાઈ છે. તેમના માટે પાણી, ખોરાક, દવાની ભારે અછત છે. પ૧૦૦ જેટલા શરણાર્થીઓ ચેકપોઈન્ટ પર રોકાયા હતા. કોકસ બજાર પાસે ૧૧ ચેકપોઈન્ટ બનાવાયા છે. જેમને દેશની અંદર પ્રવેશતા રોકવાનો પ્રયાસ છે. તેમ કોકસ બજાર પોલીસ વડા ઈકબાલ હુસેને પત્રકારોને જણાવ્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks