બારડોલીના વાઘેચ ગામે એસ.ટી. બસ અને કાર વચ્ચે અકસ્માત : એકનું મોત

(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૮
સુરત જિલ્લાના બારડોલી તાલુકાના વાઘેચ ગામે નવસારીથી આવતી એક સ્વિફ્‌ટ કાર અને બારડોલીથી નવસારી તરફ જતી મહારાષ્ટ્ર એસ.ટી.ડેપોની બસ વચ્ચે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં સ્વિફ્‌ટ કારના ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. જ્યારે મહિલાને ગંભીર ઇજા થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મૃતક બારડોલી તાલુકાનાં બાબલા ગામના એન.આર.આઈ હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત જિલ્લાના બારડોલી તાલુકાનાં વાઘેચ ગામે શુક્રવારના રોજ મોડી સાંજે ૬.૩૦ વાગ્યાની આસપાસ બાબલા ગામના એન.આર.આઈ દંપતી સ્વિફ્‌ટ કાર નંબર જીજે-૧૯-એમ-૫૪૬૮ લઈને નવસારીથી બાબલા તરફ આવી રહ્યા હતા ત્યારે બારડોલીથી નવસારી તરફ જઈ રહેલી મહારાષ્ટ્ર એસ.ટી.ડેપોની જલગાવથી નવસારી તરફ જતી બસ સામે સામે ભટકાય હતી. આ અકસ્માતમાં સ્વિફ્‌ટ કારનો ખુરદો વળી ગયો હતો અને સ્વિફ્‌ટમાં બેઠેલા એન.આર.આઈ દંપતી પૈકી ભીખુભાઈ પટેલ (ઉ.વ.૫૫)ને ગંભીર ઇજા પહોંચતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. જ્યારે ઇજાગ્રસ્ત પત્નીને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ભીખુભાઈ પટેલ થોડા દિવસો અગાઉ જ અમેરિકાથી વતનમાં આવ્યા હતા. હાલ વધુ માહિતી પ્રાપ્ત થઈ શકી

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks