(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૨૧,
વડોદરામાં એસઓજીની ટીમ આજવા રોડ પર શેષનારાયણ સોસાયટી નજીકથી દેશી બનાવટની પિસ્તોલ તથા ૭ નંગ જીવતા કારતૂસ સાથે બે વ્યકિતની અટકાયત કરી તેઓની સઘન પુછપરચ હાથ ધરી છે.
પોલીસનાં જણાવ્યા અનુસાર એસઓજીની ટીમ બુધવારે પેટ્રોલિંગમાં હતી તે સમયે તેઓને બાતમી મળી હતી કે આજવા રોડ કિશનવાડી શિવાજી ચોકમાં રહેતો શાંતિલાલ પરમાર તથા ચામુડાનગરમાં રહેતો રોહિનીકુમાર કુસ્વાહ પાસે પિસ્તોલ છે અને તેઓ હથિયાર લઇને શેષનારાયણ સોસાયટીનાં વિભાગ-૨ ગેટ પાસે ઉભા છે જે બાતમીના આધારે એસઓજી ટીમે સ્થળ પરથી બંન્નેને અટકાયત કરી તેઓની તલાશી લેતા તેમની પાસેથી રૂા.૨૦,૦૦૦ની કિંમતની દેશી બનાવટની પિસ્તોલ તથા ૭ નંગ જીવતા કારતૂસ મળી આવ્યા હતા. એસઓજીએ શાંતિલાલ પરમાર તથા રોહિનીકુમાર કુસ્વાહને બાપોદ પોલીસ મથકમાં સોંપી આ બનાવની વધુ તપાસ હાથ ધરી છે. ઝડપાયેલ શાંતિલાલ પરમાર વિરુદ્ધ અગાઉ રાયોટીંગનો ગુનો નોંધાયેલ છે. જ્યારે ઇલેકટ્રીક વાયરમેન તરીકે કામ કરતો રોહિનીકુમાર ભુતકાળમાં ઉચાપતનો ગુનો નોંધાયો હતો.