Gujarat

વડોદરામાં ૭૦ કિલો ઉપરાંત ફાફડા-જલેબીના કાચા માલનો નાશ કરાયો

(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૯
દશેરનાં દિવસે ફાફડા અને જલેબી શહેરીજનો કરોડો રૂપિયાના ખર્ચે હોંશે હોંશે આરોગશે. પરંતુ બનાવટમાં અત્યંત બેદરકારી, હલકી કક્ષાનો કાચોમાલ અને અખાદ્ય તેલના વપરાશને કારણે આરોગ્ય સામે મોટુ જોખમ ઉભુ થાય છે. આજે મનપા આરોગ્ય શાખાએ ૭૦ કિલો ઉપરાંત ફાફડા માટેનો લોટ, જલેબીનું ખીરૂ અને ચટણીનો નાશ કર્યો હતો. આખા શહેરમા આ અંગે તપાસ જારી કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મનપા આરોગ્ય શાખાની ટીમોએ ખંડેરાવ માર્કેટ, રાજમહેલ રોડ, મકરપુરા, નિઝામપુરા, આજવારોડ, પાણીગેટ, વાઘોડીયારોડ, સમા, ફતેગંજ, હરણીરોડ, વારસીયા સહિત વિવિધ વિસ્તારોમાં ફાફડા જલેી બનાવતી દુકાનો અને સ્ટોલ ઉપર તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ફાફડા જલેબી માટે ઉપયોગમાં લેવામાં આવતો ચણાનો લોટ અત્યંત હલકી કક્ષાનો અને તૈયાર ખીરૂ ખુબ વાસી હતું. જેમાં જીવાત પડવાની તૈયારી હતી. તેલ કાળુ હલકી ગુણવત્તાનું હતું. બેસનમાંથી બનાવેલી ચટણી અખાદ્ય હતી. ચોળાફળીમાં વાપરેલુ બેસન પણ હલકી ગુણવત્તાનું જણાયુ હતું. જલેબીમાં પીળો કલર એટલી હદે નાંખવામાં આવ્યો હતો કે જે આરોગ્ય માટે હાનિકારક હોય છે. તેમ તપાસ કરનાર ફુડ ઈન્સ્પેક્ટરે જણાવ્યું હતું.આરોગ્ય અધિકારી ડો. મુકેશ વૈદ્યએ જણાવ્યું હતું કે, ફાફડા જલેબીના ચેકીંગ માટે ત્રણ ટીમો બનાવવામાં આવી છે. આવતીકાલે શનિવારનાં રોજ પણ તપાસ ચાલુ રાખવામા આવશે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.