Gujarat

વડોદરા : ટ્રકમાંથી ર૦.રપ લાખના દારૂ સાથે બે જણાની અટકાયત

(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા. ૧૧
વડોદરા ક્રાઇમ બ્રાંચની ટીમને મળેલી બાતમીના આધારે તેઓએ કપુરાઇ ચોકડી નજીક લીલુડી ધરતી હોટલ સામે ઉભેલી એક ટ્રકની તલાસી લીધી હતી. આ ટ્રકમાં ઘઉંનું ભૂસુ ભરેલા કોથળાઓનો જથ્થો મળી આવ્યો હતો. ક્રાઇમ બ્રાંચની ટીમે તેને હટાવી જોતા તેની નીચેથી વિદેશી દારૂનો વિપુલ પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો. ટ્રકમાં સવાર ડ્રાઇવર અને અન્ય એક વ્યકિતને ક્રાઇમ બ્રાંચે અટકમાં લઇ તેઓની પુછપરછ કરતાં તેઓએ રાજસ્થાનના સંદીપ ઓમપ્રકાશ ડૈલા (રહે.માકડો તા.બુહાના જી.જુન્જુનુ, રાજસ્થાન)અને સંદીપકુમાર અગરસીંગ રાવ (રહે. ઘરડાના ખુર્ડ, તા.બુહાના, જી.જુન્જુનુ, રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. તેઓની સઘન પુછપરછમાં હરિયાણાના ભીવાણી ખાતે સંદીપિસંહ સાંગવાને ગુડગાવ ખાતેથી વિદેશી દારૂનો જથ્થો ભરાવ્યો હોવાનું જણાવ્યું હતું. હરિયાણાના સંદીપે ટ્રકમાં સ્ટેરીંગ નીચે જી.પી.એસ. સીસ્ટમ લગાવી હતી. અને તેના આધારે ટ્રક ચાલક ગુજરાતમાં ક્યા જવાનું છે તેની સુચના આપતો હતો. આમ, ટ્રકમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી તેના કહેવા પ્રમાણે દારૂ બંધી હોવા છતાં ગુજરાતમાં ટ્રક ગેરકાયદેસર રીતે ઘુસાડતો હતો.
ક્રાઇમ બ્રાંચની ટીમે રૂા.૨૦.૨૫ લાખ ની કિંમતની ૫૦૬૪ નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જેને પોલીસે જપ્ત કરી ટ્રક અને મોબાઇલ ફોન કુલ રૂા.૩૨.૩૫ લાખની મત્તા સાથે સંદીપ ડૈલા અને સંદીપકુમાર રાવની ધરપકડ કરી હતી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    CrimeGujarat

    કટ્ટરવાદી કાજલ શિંઘાળાએ મુસ્લિમ મહિલાઓ અને મુસ્લિમ સમાજ વિશે અશોભનીય બફાટ કરતા પ્રચંડ રોષની લાગણી

    મુસ્લિમ મહિલાઓની આબરૂ તથા અસ્મિતાનું…
    Read more
    CrimeGujarat

    વિદ્યાર્થીએ ટિકિટ માંગી તો કંડક્ટરે લોહીલુહાણ કર્યોલીંબડી બસ સ્ટેન્ડમાં એસટી બસના કંડક્ટરે વિદ્યાર્થીને માર મારતો વીડિયો વાયરલ

    વિદ્યાર્થીને માથાના ભાગે ઈજા થતાં…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.