Gujarat

વડોદરામાં ગોલવાડમાં વર્ષો જૂનું મકાન ધરાશાયી થતા સાતને ઈજા

(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૩
શહેરના નાગરવાડા નવીધરતી ગોલવાડ વિસ્તારમાં આવેલ રાણા પરિવારનું વર્ષો જૂનું મકાન ગઇકાલે મોડી રાત્રે એકાએક ધરાશયી થયું હતું. જેથી મકાનમાં સૂઇ રહેલ સાત જેટલા વ્યકિતઓને નાની-મોટી ઇજાઓ થતા સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં લવાયા હતા. આ ઘટનાને પગલે ફાયર બ્રિગેડનો સ્ટાફ બનાવ સ્થળે દોડી આવ્યો હતો. બનાવની કામગીરી સાથે સંભવીત તૂટી પડવાના ભાગને ઉતારી લેવામાં આવ્યો હતો.
ફાયર બ્રિગેડ સૂત્રોના જણાવ્યુનાસુર શહેરના નાગરવાડા નવીધરતી ગોલવાડ વિસ્તારમાં રાણા પરિવારનું વર્ષો જૂની બે ત્રણ મજલી મકા આવેલ છે. આ મકાનમાં રાણા પરિવારનો સંયુકત પરિવાર રહે છે. આ મકાનથી મેન્ટેનન્સના અભાવે તે જર્જરીત હાલતમાં આવી ગયું હતું. ગઇકાલે આ જર્જરીત મકાનમાં રાણાનો સંયુકત પરિવાર રાત્રીના સમયે સૂઇ રહ્યો હતો. એ દરમ્યાન રાત્રીના અઢી વાગ્યાની આસપાસ આ મકાન અચાનક ધરાશયી થયું હતું. આ બનાવમાં મકાનમાં સૂઇ રહેલા હાર્દિક રજનીકાંત રાણા (ઉ.વ.૨૦), નિરજ શશીકાંત રાણા (ઉ.વ.૧૬), આકાશ રજનીકાંત રાણા (ઉ.વ.૨૫), મીનાબેન રજનીકાંત રાણા (ઉ.વ.૪૯), રજનીકાંત નટવરલાલ રાણા (ઉ.વ.૫૧), શશીકાંત નટવરલાલ રાણા (ઉ.વ.૪૪), માનવ શશીકાંત રાણા (ઉ.વ.૧૨)ના ઓને નાની-મોટી ઇજાઓ થઇ હતી. મકાન ધરાશયના બનાવનાં પગલે મહોલ્લાના અન્ય લોકો તથા પાડોશીઓ સફાળા જાગી ઉઠયા હતા. અલબત મધરાત બાદ બૂમા-બૂમ સાથે ભાગદોડ મચી જતા બીજા મહોલ્લા તથા ફળિયાના રહીશો દોડી આવ્યા હતા. આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડનો સ્ટાફ તાત્કાલીક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને બચાવની કામગીરી હાથ ધરી મકાનો સંભવિત તૂટી પડે તેવો ભાગ ઉતારી દેવામાં આવ્યો હતો.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    CrimeGujarat

    કટ્ટરવાદી કાજલ શિંઘાળાએ મુસ્લિમ મહિલાઓ અને મુસ્લિમ સમાજ વિશે અશોભનીય બફાટ કરતા પ્રચંડ રોષની લાગણી

    મુસ્લિમ મહિલાઓની આબરૂ તથા અસ્મિતાનું…
    Read more
    CrimeGujarat

    વિદ્યાર્થીએ ટિકિટ માંગી તો કંડક્ટરે લોહીલુહાણ કર્યોલીંબડી બસ સ્ટેન્ડમાં એસટી બસના કંડક્ટરે વિદ્યાર્થીને માર મારતો વીડિયો વાયરલ

    વિદ્યાર્થીને માથાના ભાગે ઈજા થતાં…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.