વડોદરામાં પતિના મૃત્યુ બાદ પેન્શન મેળવવા માટે ર૦ વર્ષથી ધક્કા ખાતી પત્ની

(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૨૯
વડોદરા ખાતે ફરજ બજાવતા રેલવે કર્મચારીનાં મૃત્યુ બાદ તેમની પત્નીને મળવા પાત્ર પેન્શન આપવામાં રેલવે તંત્ર છેલ્લા ૨૦ વર્ષથી ધક્કા ખવડાવી રહ્યાં છે. રેલવે અધિકારીઓનું કહેવું છે કે, રેલવેના કોઈપણ રેકોર્ડ પર મહિલાનું નામ મૃત કર્મચારીની પત્ની તરીકે નહિં હોવાથી પેન્શન આપવાનો અધિકાર માટે તેમને પુરાવા આપવાનું જણાવ્યું છે.
પશ્ચિમ રેલવેનાં વડોદરા ડીવીઝનમાં ખલાસી તરીકે ફરજ બજાવતાં નારાયણદાસ મુકદચંદ શર્માનું ૧૯૯૩માં સેવાનિવૃત્ત થયા હતાં. અને ૧૯૯૭માં તેમનુ અવસાન થયુ હતું. રેલવેનાં નિયમો મુજબ નારાયણદાસને મળતા પેન્શનનાં ૫૦ ટકા પેન્શન તેમના પત્ની નંદકુંવરબેનને મળવું જોઈએ આ નિયમથી નંદકુંવરબેનને મળવા પાત્ર પેન્શન માટે ૯૭થી વેસ્ટર્ન રેલવેની કચેરીઓમાં ધક્કા ખાઈ રહ્યા છે. પરંતુ રેલવેનાં એક પણ રેકોર્ડમાં તેઓ નારાયણદાસના પત્ની છે તેવી કોઈ નોંધ નથી. તેવું રેલવેનાં અધિકારીઓ જણાવી રહ્યાં છે. તેમની પાસે આવા કોઈ રેલવેના લગતા દસ્તાવેજી પુરાવા નહિં હોવાથી તેઓ છેલ્લા ૨૦ વર્ષથી રેલવે કચેરીઓનાં ધક્કા ખાઈ રહ્યાં છે. રેલવેનાં અધિકારીઓ તેમનું રજીસ્ટર્ડ લગ્ન સર્ટીફીકેટ પણ માન્ય નથી રાખતા. તેમના સંતાનોના નામ રેલવેના રેકોર્ડ પર વારસ તરીકે હોવા છતાં નંદકુંવરને રેલવે નારાયણદાસની પત્ની નથી તેવુ માની રહ્યાં છીએ તેમ ૭૭ વર્ષનાં નંદકુંવરબેને જણાવ્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks