Gujarat

વડોદરામાંથી ૪.૩૯ લાખના મેથામ્ફેટમાઈન નામના મોંઘા નશીલા પદાર્થ સાથે યુવાન ઝડપાયો

(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૦
શહેર એસજીઓ પોલીસે વિદેશી ડ્રગ્‌સના વેચાણ અર્થે ફરતા એક ૨૫ વર્ષીય યુવકને બાતમીના આધારે શનિવારે મોડી સાંજે પરિવાર ચાર રસ્તા પાસેથી ઝડપી પાડ્યો હતો. યુવાન પાસેથી ૪.૩૯ લાખની કિંમતના મેથામ્ફેટમાઈન નામના મોંઘા નશીલા પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો. યુવાનને પાણીગેટ પોલીસને હવાલે કરી તપાસ હાથ ધરી છે. ઝડપાયેલ યુવાન અગાઉ હત્યાનાં ગુન્હામાં ઝડપાયો હતો.
આ અંગે પત્રકારોને માહિતી આપતાં પોલીસ કમિશ્નર મનોજ શશીધરને જણાવ્યું હતું કે, વડોદરા શહેર એસઓજી પોલીસને બાતમી મળી હતી કે મૂળ વડોદરાના વાડી વિસ્તારનાં ચોખંડી પાસેનાં કંસારાપોળનો અને હાલ મુંબઈનાં ઓશીવારા વિસ્તાર સીટી મેકબિલ્ડીંગમાં રહેતા પુલતસ્ય ઉર્ફે પિન્ટુ દિલિપભાઈ પુરોહિત નામનો યુવક અગાઉ મિત્રની હત્યાના ગુનામાં ઝડપાયા બાદ જામીન પર છૂટીને ડ્રગ્‌સનો વ્યવસાય કરે છે. હાલ એ વડોદરામાં આવી અને ડ્રગ્‌સ વેચાણ અર્થે ફરી રહૃાો છે. જે માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. વડોદરાના ચોખંડી વિસ્તારમાં આવેલા તેના પિતાના ઘરે રોકાયો હોવાની માહિતીના આધારે પોલીસે તેના ઘર નજીક વોચ ગોઠવી હતી. પુલતસ્ય ઉર્ફે પિન્ટુ ગત રોજ બપોરે તેના ઘરેથી નીકળી વાઘોડિયા રોડ પરિવાર ચાર રસ્તા પાસે પહોંચતા પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેને ઝડતી લેતા તેની પાસેથી મેથામ્ફેટમાઇન નામની શિડયુલ ડ્રગની ગોળીઓ મળી આવી હતી.
રૂપિયા ૪.૩૧ લાખની કિંમતનાં ક્રિસ્ટલ ફોમ, કેપસુલ ફોર્મ અને પાઉડર ફોર્મમાં મળેલ મેથામ્ફેટમાઈન ડ્રગ્‌સ તેમજ તેની પાસેથી રોકડ રકમ અને મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૪.૩૯ લાખની કિંમતનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. પોલીસે કુલ ૪.૧૩ લાખનું મેથામ્ફેટમાઈન ડ્રગ્‌સ, માઈનોર ઇલેક્ટ્રોનિક્સ વજન કાંટા, મોબાઈલ ફોન તેમજ ૨૪,૧૦૦ જેટલી રોકડ રકમ સાથે કુલ ૪.૩૯ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ વિદેશી નશીલા પદાર્થોનો જથ્થો ક્યાંથી લાવ્યો તેની તપાસમાં પોલીસે પૂછપરછ કરતા મુંબઈના મહંમદ અલી રોડ પર એક નાઈજીરિયન યુવક પાસેથી વેચાણ અર્થે તેને ખરીદ્યું હોવાની કબૂલાત કરી હતી અને વડોદરામાં આવી ડ્રગ્‌સના આદિ યુવકોને વેચાણ અર્થે લાવ્યો હતો.
એસઓજી પોલીસે ઝડપી પાડેલા ડ્રગ્‌સ કેરિયર પુલતસ્ય પુરોહિત બે વર્ષ અગાઉ ૩૧ ડિસેમ્બરના દિવસે મિત્રો સાથે ડ્રગ્‌સના નશામાં પાર્ટી કરવા વાઘોડિયા રોડ પર એક ફ્‌લેટમાં બેઠો હતો. તે દરમિયાન ગર્લફ્રેન્ડ બાબતે ઝઘડો થતા એક મિત્રને જ મોતને ઘાટ ઉતારી દીધો હતો અને યુવકનો મૃતદેહ હાઇવે પર દરગાહ નજીક અકસ્માત થયો હોવાની હાલતમાં ફેંકીને જતા રહૃાા હતા. વડોદરા પોલીસે ૬ મહિના બાદ હત્યાનું કોકડું ઉકેલ્યું હતું. હત્યાના ઝડપાયા બાદ તેને જામીન મેળવી અને મુંબઈ તેની ગર્લફ્રેન્ડ સાથે છ મહિનાથી રહેતો હતો અને ડ્રગ્‌સનો વ્યવસાય શરૂ કર્યો હતો.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  Crime DiaryGujarat

  રાજકોટનો ગેમઝોન ભયંકર આગમાં બન્યો મોતનો ઝોન : ર૮નાં કરૂણ મોત

  માત્ર એક કલાકમાં જ ર૪ જેટલા મૃતદેહો…
  Read more
  Gujarat

  હિંમતનગરના ગામડી પાસે નેશનલ હાઈવે પર વાહનની ટક્કરે વ્યક્તિનું મોત ઉશ્કેરાયેલા લોકોએ હાઈવે બ્લોક કર્યો પોલીસ પર પથ્થરમારો કરી વાનને આગ ચાંપી

  ટોળાને વિખેરવા ટીયરગેસના ૧ર૦થી વધુ…
  Read more
  AhmedabadGujarat

  વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

  રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.