બરેલીમાં અત્યાચારઃ મહિલા અને બાળકનું મોઢું કાળું કરી સરઘસ કઢાયું

બરેલી,તા.૧૦
યુપીના બરેલીના બિશારતગંજમાં પતિની પ્રેમિકાનું મોંઢુ કાળું કરીને તેનું સરઘસ કાઢવા અને તેને ચપ્પલો દ્વારા માર મારવાના મામલે પોલીસે ખુદ રિપોર્ટ દાખલ કર્યો છે. આમા પોલીસે શખ્સની પત્ની અને તેના પરિવારના છ લોકોને આરોપી બનાવ્યા છે. ત્રણ લોકોને પકડવામાં પણ આવ્યા છે. બીજી તરફ જાહેરમાં અપમાનિત કરવામાં આવેલી મહિલા અને તેનો પ્રેમી ઘટના બાદથી ગાયબ છે.
બંનેને શોધવા માટે પોલીસની ટુકડી પણ કામે લગાડાઈ છે. જો કે મહિલા અને તેના બે વર્ષના બાળકને જાહેરમાં અપમાનિત કરીને ત્રાસ આપવામાં આવ્યો અને તેમના મોંઢા કાળા કરવામાં આવ્યા. આ ઘટના પોલીસ સ્ટેશનથી થોડાક જ અંતરે બની હતી. બિશારતગંજના એક દવાના વેપારીના નાને પુત્રે તેની પત્નીને ઘરમાંથી કાઢી મુકીને પોતાની પરણિત પ્રેમિકાને ઘરમાં રાખી હતી.
પત્ની અને તેના પરિવારના લોકોએ દવા વેપારીના ઘરે દરવાજો તોડીને પતિને સબક શિખવવાની કોશિશ કરી હતી. પરંતુ પતિ ભાગી જતા તેની પ્રેમિકાને માર મારવામાં આવ્યો અને તેનો ચહેરો કાળો કરીને તેને જાહેરમાં ફેરવવામાં આવી હતી. અહીંથી પોલીસ સ્ટેશન માત્ર આઠસો મીટરના અંતરે જ હોવા છતાં પોલીસે કાર્યવાહી નહીં કરી હોવાનો આરોપ પણ લગાવાઈ રહ્યો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks