બાર્સેલોનામાં બીજો આતંકવાદી હુમલો; મરનારા લોકોની સંખ્યા વધીને ૧૪ થઈ : પાંચ આતંકીઓ ઠાર કરાયા

(એજન્સી) મેડ્રિડ, તા.૧૮
સ્પેનના શહેર બાર્સેલોનામાં ગુરૂવારે મોડી રાતે શહેરના ઐતિહાસિક લા રામ્બ્લાસમાં કરવામાં આવેલ આતંકવાદી હુમલામાં ૧૩ લોકોનાં મોત નિપજ્યા હતા અને ર૪ કલાકની અંદર તે જ રીતે મોડસ ઓપરેન્ડીથી આતંકવાદીઓએ ફરી વાર કેમ્બ્રિલ્સમાં હુમલો કર્યો હતો. કેમ્બ્રિલ્સ હુમલામાં ઘાયલ થનાર એક મહિલાની મોત થયા બાદ બંને હુમલામાં મરનારની કુલ સંખ્યા ૧૪ થઈ ગઈ છે. સ્થાનિક પોલીસે જણાવ્યું કે કારના ડ્રાઈવરે ઈરાદાપૂર્વક ટોળા પર કાર ચડાવી દીધી હતી અને આ આતંકી હુમલો હતો. પોલીસે ઘટના સ્થળને કોર્ડન કર્યું છે. નજીકના બજારોમાં વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી. જ્યારે મેટ્રો સ્ટેશન બંધ કરી દેવામાં આવ્યા છે. પોલીસે ઘટનામાં તત્પરતા દાખવતા અત્યારસુધીમાં પાંચ આતંકવાદીને ઠાર માર્યા છે. પોલીસે ટ્‌વીટર પર આ ઘટનાને ભયાવહ બતાવી છે. સ્થાનિક મીડિયા અનુસાર અકસ્માત સર્જયો બાદ બે હુમલાખોર હથિયારની સાથે એક રેસ્ટોરેન્ટમાં હથિયારની સાથે એક રેસ્ટોરેન્ટમાં ઘૂસી ગયા. સ્થાનિક લોકો અનુસાર ઘટના સ્થળ પર પોલીસ અને એમ્બ્યુલન્સ પહોંચી ગઈ છે. સ્પેનના આ મોટો શહેર ગણાતું બાર્સેલોના સહેલાણીઓમાં લોકપ્રિય છે. લા રામ્બ્લાસમાં બૂલેવર્ડ સૌથી ગીમ સ્ટ્રીટ છે. ફ્રાન્સ, બેલ્જિયમ અને જર્મનીમાં ત્રાસવાદી હુમલા થયા હતા પરંતુ સ્પેનમાં આ પ્રથમ હુમલો હતો. જો કે ર૦૦૪માં મેડ્રિડમાં જેહાદી હુમલામાં ૧૯૧ના મોત થયા હતા. તાજેતરમાં યુરોપમાં થયેલા આતંકી હુમલામાં વાહનોનો ઉપયોગ વધુ થાય છે. ફેન્ચ રિવેટા સિટીમાં તાજેતરમાં થયેલા હુમલામાં ૮૬નો ભોગ લેવાયો હતો. ચાલુ વર્ષે જુલાઈમાં પણ આઈએસનો હુમલો થયો હતો. ર૦૧પના જુલાઈમાં આડેધડ ગોળીબાર કરીને એક શખ્સે બેને ઘાયલ કર્યા હતા. સ્પેન તાજેતરમાં જેહાદીઓના આતંકી હુમલાનું લક્ષ્ય બની રહ્યું છે. સ્પેનના હુમલામાં એકપણ ભારતીયના મોત ન થયા હોવાની વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે પુષ્ટિ કરી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks