ઉના, તા.૧૯
ભારે વરસાદને પગલે રાજ્યના ઉના તાલુકામાં પ્રજાને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે રાહત કામગીરી માટે તંત્રને આદેશ અપાયા છે. તેવામાં મંત્રી કુંવરજી બાવળિયા ઉનાના વાંસોજ ગામે અસરગ્રસ્તોની મુલાકાત કરવા ગયા હતા ત્યારે રોષે ભરાયેલી મહિલાએ સરકારની કામગીરી સામે રોષ વ્યક્ત કરી મંત્રી કુંવરજી બાવળિયાને સંભળાવી દીધું હતું કે, રસ્તો બનાવી શકતા નથી તો મત લેવા શા માટે આપો છો ? ત્યારે પ્રજાનો પરચો જોઈને મંત્રી બાવળિયાને ભાગી જવું પડ્યું હતું. જેની વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. એટલે પૂરગ્રસ્ત વિસ્તારમાં ગયેલા બાવળિયાને મહિલાએ શબ્દોરૂપી શૂળ ભોંકતા મંત્રી બાવળિયા ભાગ્યા હતા.
રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને ભાજપ કાર્યકરો અધિકારીનો કાફલો વાંસોજ ગામે અસરગ્રસ્ત વિસ્તારમાં પહોેંચતા એક મહિલા મફતિયાપરામાં મકાનમાં પાણી ઘુસતા આ મંત્રીને સ્થિતિ જોવા જણાવતા મંત્રી અને ભાજપના નેતાઓએ આ મહિલાની પૂરસ્થિતિ અંગેની વેદના સાંભળવા ન જતાં અને સ્થાનિક આગેવાનોએ અધિકારી અને મંત્રીને આ મકાન પેશકદમીમાં હોવાની વાત દોહરાવતા મહિલા આક્રોશમાં આવી મંત્રી બાવળિયા ઉપસ્થિતિમાં તું-તું-મેં-મેં કરી રણચંડીનું સ્વરૂપ દેખાડતા અને મત લેવા આવો છો ત્યારે પેશકદમી કેમ દેખાતી નથી તેવા શબ્દો પ્રયોગ કરી સમસ્યા હલ કરતા નથી તેમ જણાવી સટાસટી બોલાવતા ભાજપના કેબિનેટ મંત્રી અને સ્થાનિક અધિકારી રાજનેતાઓ ઊભી પૂછડીયે ભાગી ગયા હતા. આ સમગ્ર ઘટના વીડિયો વાયરલ થતાં સમગ્ર ગુજરાતમાં ભાજપના મંત્રીઓના પ્રવાસ દરમિયાન આક્રોશ પ્રજાનો સામે આવતા આખરે રાજ્યના મંત્રી કુંવરજી બાવળિયાએ પણ સ્પષ્ટ કરતો વીડિયો વાયરલ કરતો એવું જણાવેલ કે, આ રોષ સરકાર કે મારી સામે નહીં પરંતુ સ્થાનિક રાજકીય અગ્રણી ગ્રામ પંચાયત સામે મહિલાનો રોષ હોય તેવી કબૂલાત કરેલ સામે મહિલા કંચનબા રાઠોડે પણ ખુલાશો કરેલ કે, ચૂંટણી વખતે મત લેવા આવેલા ભાજપના નેતાઓએ પોતાના વિસ્તારમાં રસ્તા અને પાણીની સમસ્યા હલ કરવાના વચનો આપ્યા બાદ અને હાલ પોતાના મકાનોમાં પાણી ઘુસી જવા છતાં તેમની વેદના આ નેતાઓ સાંભળવા ત્યાર ન હોય અને અશોભનીય વર્તન કરતા આક્રોષ વ્યક્ત કર્યો હોવાનું જણાવ્યું હતું. આમ, અસરગ્રસ્ત વિસ્તારની હાલત અતિ ખરાબ બનતા અને લોકો મુશ્કેલીમાં હોય આવા સમયે રાજ્યના મંત્રી પ્રવાસ દરમિયાન મહિલાઓની રજૂઆત સાંભળવામાં ન આવતા સમગ્ર ગામ લોકો વચ્ચે પ્રધાનો અધિકારીઓને રોષનો ભોગ બનતા દૃશ્યના વીડિયો વાયરલ થતાં સમગ્ર વિસ્તારોમાં ભારે ચકચાર ફેલાયેલ અને સરકારની કામગીરી સામે અનેક સવાલો ઊઠી રહ્યા છે.