બાવળામાં ઘાયલ ગાયનો મુસ્લિમ સમાજ સેવકે જીવ બચાવ્યો

(સંવાદદાતા દ્વારા) બાવળા,તા.૧૪
બાવળા નેશનલ હાઇવે પર એક ગાય ને મોડી રાત્રે અકસ્માત કરી વાહન ફરાર થઈ જતા બાવળા ના મુસ્લીમ સમાજ ના કાર્યકર દાદન વ્હોરા સવારે ત્યાંથી પસાર થતા ધટના ની જાણ બાવળા માં ચાલતી સંસ્થા ને અને ગોરક્ષક ને જાણ કરી ગાય ને સારવાર માટે ડૉક્ટર મોકલી આપવા જણાવેલ ત્યાર બાદ સાજે સાત કલાકે ફરી ઘટના પર જતા ગાય ની હાલત હતી તેના થી વધુ ગંભીર જોવા મળતા ત્યાં હાજર હરેશ દેસાઇ એ ગાય ના ધાંસ ની અને પાણી ની વ્યવસ્થા કરી હતી પરંતુ સારવાર વિના ગાય હેરાન થતી જણાતા દાદન વ્હોરા એ તેમના મીત્ર ભરત સિહ બદરખા વાળા ને કરતાં તાત્કાલીક ડોક્ટર ની શોધ કરતા ન મળી આવતા ધટના ની જાણ રજોડા ના ડો.ગોવીંદ ભાઈ ને થતા તાત્કાલીક ઘટના પર આવી ગાયને ટાંકા લેવા ની, પ્લાસ્ટર ઓફ પેરીસ કરી, ઇન્જેક્શનો આપી પોતાની ફરજ પુરી કરી હતી સમગ્ર ઘટના દરમ્યાન મયુર ધ્વજ સિહ એ પણ ખૂબ જ મહેનત કરી ગાયને સારવાર માટે હાજર રહી અબોલ જીવ બચાવવા મદદ કરી હતી ત્યાર બાદ લાખો રુપીયા દાન પેટી દ્વારા ઉધરાવી લઈ જનાર સંસ્થા પણ મદદે આવી ન હતી ત્યાર બાદ બીજે દીવસે સંસ્થા દ્વારા એમ્બયુલન્સ આવી જતા દાદન વ્હોરા એ ગાય બતાવતા અમદાવાદ થી સાણંદ થઇ વાછરડી ભરી ને આવેલી એમ્બ્યુલન્સ ચાલકે ગાય લઈ જવા ની ના પાડી કે અમો ફક્ત દેશી ગાયો ને સારવાર આપી લઈ જઈશુ આ વિદેશી ગાય અમે લેતા નથી આ ગાય ને તમારી રીતે યોગ્ય કરો તેમ જણાવી રવાના થઈ જતા ગાય બાવળા મા રહેતા સર્વધર્મ એકતા સમીતી ના રણછોડ ભાઈ એ ગાય ને બાવળા મહાજન માં મોકલી આપી હતી આમ ગાય ને બચાવવા રસ્તા પર થી પસાર થતા કોપોરેટર , સરકારી અધીકારી, ગાય જોઈ ચાલતી પકડતા નજરે પડયા હતા

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks