નવી દિલ્હી,તા.૨૪
હાલ ભારતીય ટીમ ઇંગ્લેન્ડના પ્રવાસે છે, ટી-૨૦ અને વનડે સીરીઝ પુરી થઇ ચૂકી છે અને હવે ટેસ્ટ સીરીઝ શરૂ થવાની છે. ટેસ્ટ સીરીઝ પુરી થયા બાદ પણ ભારતીય ઓફ સ્પીનર રવિચંદ્રન અશ્વિન ઇંગ્લેન્ડમા જ રોકાશે. અશ્વિને વૉરસેસ્ટરશરની સાથે કરાર કર્યો છે, તે ટેસ્ટ સીરીઝ પુરી થયા બાદ પણ ઇંગ્લેન્ડમાં જ રોકાશે અને કાઉન્ટી ચેમ્પિયનશિપના અંતિમ બે રાઉન્ડમાં ભાગ લેશે.અશ્વિન કાઉન્ટી ચેમ્પિયનશિપની અંતિમ બે મેચોમાં જોડાશે. આ મેચ ચેમ્સફોર્ડમાં એસેક્સ, જ્યારે બ્લેકફિંચ ન્યૂ રૉડમાં યોર્કશરની વિરુદ્ધ રમાશે.વૉરસેસ્ટરશર તરફથી રજૂ થયેલા નિવેદન અનુસાર પહેલા પણ ટીમ તરફથી રમી ચૂકેલી ૩૧ વર્ષના અશ્વિન કાઉન્ટીના વિદેશી ખેલાડીના રૂપમાં વેન પર્નેલની જગ્યા લેશે.કાઉન્ટીએ ગયા વર્ષે ઉનાળામાં અંતિમ ચાર મેચો માટે અશ્વિન સાથે કરાર કર્યો હતો. આ ભારતીય બૉલરે મેદાનની અંદર અને બહાર પ્રભાવ પાડતા ટીમને ડિવીઝન વનમાં જગ્યા અપાવવામાં મદદ મળી હતી.અશ્વિને ચાર મેચોમાં બે વાર ઇનિંગમાં પાંચ વિેકટ ઝડપી, ઉપરાંત ૨૦ વિકેટ મળવી હતી અને છઠ્ઠા નંબર પર બેટિંગ કરતાં ૪૨ ની એવરેજથી રન બનાવ્યા હતા. વૉરસેસ્ટરશર કેટલાય મહિનાઓથી અશ્વિને પુનઃકરારનો પ્રયાસ કરી રહ્યું હતું અને હવે તેને બીસીસીઆઇ પાસેથી લીલી ઝંડી મળી ગઇ છે.