ગૂંગળાઈ જવામથી બે બાળકોના મોતમાં ન્યાયિક તપાસની પરિવારજનોની માંગ

(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૫
શહેરના ડિંડોલી વિસ્તારમાં કારમાં ગુંગળાય જવાથી બે માસુમ બાળકોના મોત થયા હતા. આ ઘટનમાં ન્યાયિક તપાસની પરિવારજનોએ માંગ કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા સી.આર.પાટીલ રોડ ઉપર આવેલ માનસી રેસિડેન્સીમાં રહેતા નિલેશ જરીવાલાનો પુત્રો વિરાજ (ઉ.વ.પ) અને નીખિલ રૂપાવાલાનો પુત્ર હેલીશ (ઉ.વ.૪) ગઈ કાલે બપોરે ૧૨.૩૦ વાગ્યાથી લાપાત હતા. તેમજ સાંજે સોસાયટીમાં પાર્ક કરેલી એક કારમાંથી બંનેની લાશ મળી આવી હતી. ઘટનાથી સમગ્ર વિસ્તારમાં એરરાટી વ્યાપી ગઈ હતી. ઘટના અંગે ખરબર પડતા ડિંડોલી મથકના પીઆઈ મકવાણા તેમજ ઉચ્ચ પોલીસ અધિાકારીઓ સ્થળ ઉપર પહોંચી ગયા હતા. પોલીસે સ્થળ ઉપરની તપાસ કરી બાળકોના મૃતદેહ પીએમ માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યારે આ ઘટનાને લઈને બાળકોના માતા પિતા, પરિવારજનો તેમજ ખત્રી સમાજમાં ભારે રોષ વ્યાપી ગયો છે. પીએમ રૂમ ઉપર એકત્રિત થયેલા પરિવારજનોએ સૌથી પહેલા તો જ્યાં સુધી ન્યાયિક તપાસ નહીં થાય ત્યા સુધી લાશ નહીં સ્વીકારીશુ તેવી માંગણી કરી હતી. જેથી એસીપી એચ.એસ.દેસાઈ સહિત પોલીસ કાફલો પીએમ.રૂમ ઉપર દોડી આવ્યા હતા. પરિવારજનોએ જણાવ્યું હતું કે બંને માસુમ બાળકોની હત્યા કરી નાખવામાં આવી છે. તેમને અજાણ્યા ઈસમોએ સોસાયટીમાં આવેલા ૫-૬ બંધ મકાનોમાંથી એક મકાનમાં ગોંધી રાખી ત્યાં તેમના ઉપર અત્યાચાર કરી તેમને ઝેરી પ્રવાહી પીવડાવી શરીર ઉપર એસિડ નાખી બેહરમીપૂર્વક મારી નાંખવામાં આવ્યા છે. ગંભીર આક્ષેપો સાથે પરિવારજનોએ પોલીસ દ્વારા ડોગ સ્કોડ સાથે લઈને સ્થળ ઉપર ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તેવી માંગણીઓ કરી હતી. પોલીસે જણાવ્યં હતું કે મૃતદેહના પોસ્ટ મોર્ટમ થયા પછી મોતનું ચોક્કસ કારણ જાણવા મળશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks