બે પ્રકારની ૫૦૦ની નોટ ? કોંગ્રેસે તેને સદીનું સૌથી મોટું કૌભાંડ ગણાવીને રાજ્યસભામાં હોબાળો મચાવ્યો

(એજન્સી) નવી દિલ્હી, તા. ૮
બે પ્રકારની ૫૦૦ની નોટના મુદ્દે કોંગ્રેસે રાજ્યસભામાં ભારે હોબાળો મચાવ્યો. કોંગ્રેસના સીનિયર નેતા કપિલ સિબ્બલેે રાજ્યસભામાં નોટ છપાઈના મુદ્દે સરકાર પર બરાબરનો હુમલો કર્યો હતો. સિબ્બલે સરકાર પર એવો આક્ષેપ કર્યો કે દેશમાં એક મોટું કૌભાંડ ચાલી રહ્યું છે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા બે પ્રકારની નોટો છાપી રહ્યું છે. મીડિયા રિપોર્ટના જણાવ્યાનુસાર,કપિલ સિબ્બલે બે પ્રકારની ૫૦૦ની નોટ લઈને રાજ્યસભામાં આવ્યાં હતા. આ નોટની ફોટોકોપી દર્શાવતાં સિબ્બલે કહ્યું કે મને ખબર પડી ગઈ હતી કે સરકારે નોટબંધી શું કામ કરી છે. સિબ્બલે કહ્યું કે રિઝર્વ બેન્ક બે પ્રકારની નોટ છાપી રહી છે. અલગ અલગ સાઈઝ ડિઝાઈન, અલગ અલગ ફિચર્સ.તેમણે કહ્યું કે આજે અમને ખબર પડી છે કે સરકાર આવું કેમ કરી રહી છે. ચૂંટણી દરમિયાન જે નોટ ભાજપ કાર્યકર પાસે આવી હતી તે આ નોટ છે. સિબ્બલે આવો આક્ષેપ કરતાં કોંગ્રેસના તમામ સાંસદો શરમ, શરમનો પોકાર કરી ઉઠ્યાં હતા. વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે સરકારે સદીનુ સૌથી મોટું કૌભાંડ આચર્યું છે. જે પછી જેડીયુએ નેતાએ પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. આ મુદ્દે ભારે હોબાળો થતાં રાજ્યસભાની કાર્યવાહીને વારંવાર મોકૂફ રાખવાની ફરજ પડી હતી. સિબ્બલે કહ્યું કે આરબીઆઈ બે પ્રકારની નોટો છાપી રહી છે. તેમણે એવો આક્ષેપ કર્યો કે એક નોટ શાસક પાર્ટી છે જ્યારે બીજી નોટ લોકો માટે છે. ટીએમસી સાંસદ ઓબ્રાયમ, જેડીયુના શરદ યાદવ અને સમાજવાદી પાર્ટીના નરેશ અગ્રવાલ સહિત બીજી પાર્ટીઓના નેતાઓએ પણ કોંગ્રેસને સાથ આપ્યો હતો. શરદ યાદવે કહ્યું કે દુનિયામા એવો કોઈ દેશ નથી જ્યાં બે પ્રકારની નોટની છપાઈ ચાલતી હોય. તેમણે સરકાર પાસેથી જવાબની માંગણી કરી હતી. જોકે ભાજપના મંત્રીઓએ ટેકનીકલ કારણોનું ઉદાહરણ આપતાં આ મુદ્દાને ઉઠાવવવાનો વિરોધ કર્યો હતો. ગૃહના નેતા અરૂણ જેટલીએ વિપક્ષ પર દરરોજ બેકારના મુદ્દા ઉઠાવવાનો આક્ષેપ કર્યો. જેટલી સ્પષ્ટ કહ્યું કે એવી કોઈ જોગવાઈ નથી કે જે હેઠળ કોઈ કાગળ ઉછાળીને વ્યવસ્થા પર આશંકા ખડી કરી શકાય. તેમણે કહ્યું કે શુન્યકાળનો દુરપયોગ થઈ રહ્યો છે. હોબાળો ચાલુ રહેતો જોઈને અધ્યક્ષયે ૧૦ મિનિટ સુધી કાર્યવાહીને મુલતવી રાખી હતી. વિપક્ષોએ આ મુદ્દે વડાપ્રધાનના ખુલાસાની માંગણી કરી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks