National

બે રાજ્યોની ચૂંટણી ગાથા : નોટા વોટના મુદ્દે ગુજરાતે હિમાચલ પર બાજી મારી

(એજન્સી) નવી દિલ્હી, તા.૧૮
ગુજરાતમાં ભલે ભાજપની જીત થઈ હોય પરંતુ અહિંના મતદારોએ હિમાચલ કરતાં બમણો નોટો બટનનો ઉપયોગ કર્યો હતો. ગુજરાતમાં લગભગ ૫.૫ લાખ મતદાતાઓએ એક પણ ઉમેદવારને વોટ ન આપવાનું બટન દબાવ્યું હતું. ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો ગુજરાતમાં ૧.૮ ટકા મતદાતાઓએ વોટીંગ મશીન પરનું નોટા બટનનો ઉપયોગ કર્યો હતો. તો પહાડી રાજ્ય હિમાચલમાં ૦. ૯ ટકા મતદાતાઓએ નોટાનો ઉપયોગ કર્યો. ગુજરાતના કિસ્સામાં નોટા વોટ શેર કોગ્રેસ કે ભાજપ કરતાં ઘણો વધારો હતો. ગુજરાતમાં ભાજપને ૪૯ ટકા વોટ મળ્યાં છે તો કોંગ્રેસને ૪૧.૪ ટકા તો અપક્ષોને ૪.૩ ટકા વોટ મળ્યાં છે. હિમાચલમાં ભાજપને કોંગ્રેસના ૪૧.૮ ટકાની સામે ૪૮.૭ ટકા વોટ મળ્યાં છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના મતવિસ્તાર રાજકોટ (પશ્ચિમ) માં ૩,૩૦૦ કરતાં પણ વધારે લોકોએ નોટોનો ઉપયોગ કર્યો. અપક્ષ ઉમેદવાર જિગ્નેશ મેવાણીના મતવિસ્તાર વડગામમાં ૪૨૦૦ લોકોએ નોટાનો ઉપયોગ કર્યો. ગોધરામાં પણ ૩,૦૦૦ નોટો વોટની ગણતરી કરવામાં આવી. નોટા વિકલ્પ મતદાતાઓને એક પણ ઉમેદવારને વોટ ન આપવાનો અધિકાર બક્ષે છે. ૨૦૧૪ ની લોકસભા ચૂંટણીમાં પહેલી વારે જ્યારે નોટા વિકલ્પને દાખલ કરવામાં આવ્યું લગભગ ૧.૧ ટકા એટલે કે ૬૦ લાખ વોટરોએ આ વિકલ્પનો ઉપયોગ કર્યો હતો.