પશ્ચિમ બંગાળ : ગુમ થયેલા ભાજપ કાર્યકરનો મૃતદેહ ગામના તળાવમાંથી મળ્યો, અમિત શાહે તેની પાછળ ટીએમસીનો હાથ હોવાનો આરોપ મૂક્યો

(એજન્સી) તા.૩
પશ્ચિમ બંગાળના મુર્શીદાબાદ જિલ્લામાં આવેલા એક ગામના તળાવમાંથી જ ભાજપના કાર્યકર્તાનો મૃતદેહ મળી આવ્યો હતો. જોકે તે એક દિવસ અગાઉ ગુમ થયો હતો. એક જાણીતા મીડિયા એજન્સીએ આ માહિતી આપી હતી. જાણીતા મીડિયા પ્લેટફોર્મ ટિ્‌વટર પર રાજ્યના ભાજપ એકમે તૃણમૂલ કોંગ્રેસ પર આ મામલે આરોપ મૂક્તાં કહ્યું હતું કે ધોરમો હાજરાના નામના કાર્યકરની તેમના દ્વારા જ હત્યા કરાઈ છે અને તેના હાથપગ બાંધીને તળાવમાં નાખી દેવાયો હતો. પશ્ચિમ બંગાળના ભાજપ એકમે ટિ્‌વટર પર વધુમાં પ્રહારો કરતાં લખ્યું હતું કે ધોરમો હાજરા ખરેખર તો દલિત હતો અને તેની હત્યા તૃણમૂલ કોંગ્રેસના ગુંડાઓ દ્વારા જ કરવામાં આવી છે. હા, તેના હાથ પગ બાંધીને તેને તળાવમાં નાખી દેવાયો હતો. કેમ ? શું તે ભાજપનો કાર્યકર્તા હતો એટલે તેને મારી નાખવામાં આવ્યો. શું આ સત્તાધારી પક્ષને આતંકી કહેવા માટે પૂરતું નથી. નોંધનીય છે કે ભાજપના આ કાર્યકર્તાની ત્યારે હત્યા કરી નાખવામાં આવી છે જ્યારે મહિના અગાઉ જ બે ભાજપ કાર્યકરોની પુરુલિયામાં હત્યા કરી નાખવામાં આવી હતી ત્યારે જૂનની શરૂઆતમાં જ એક ભાજપનો કાર્યકર ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો જ્યારે અન્યને તેના ત્રણ અઠવાડિયા બાદ લટકાવીને મારી નાખવામાં આવ્યો હતો. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આ ઘટનાની આકરી ટીકા કરતાં ટિ્‌વટ કરી હતી કે તૃણમૂલ કોંગ્રેસને શરમ કરવી જોઈએ. ફરીવાર આવી ઘટના. ફરીવાર એક ભાજપ કાર્યકર્તાની નિર્મમતાપૂર્વક હત્યા કરાઈ. પ.બંગાળમાં હિંસા અને ક્રૂરતા વધતી જઈ રહી છે. સંપૂર્ણ ભાજપ ધોરમો હાજરાના પરિવારના પડખે ઊભો રહેશે. ભગવાન તેની આત્માને શાંતિ આપે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks