પશ્ચિમ બંગાળમાં હિન્દુ વ્યક્તિની સારવાર માટે મુસ્લિમોએ મોહર્રમનું જુલૂસ ન નીકાળ્યું

(એજન્સી) ખડગપુર, તા.૬
જ્યાં દેશમાં ઘણી જગ્યાઓ પર દુર્ગા વિસર્જન અને મોહર્રમના અવસરે તાજિયા નિકાળવા દરમિયાન સાંપ્રદાયિક તણાવની ઘટનાઓ સામે આવી હોય. પણ પશ્ચિમ બંગાળના ખડગપુરમાં લોકોની એકતા ભાઈચારા અને સાંપ્રદાયીક સૌહાર્દનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. અહિંયાના મુસ્લિમ લોકોએ ગત સપ્તાહ મોહર્રમના જુલૂસને રદ કરી દીધો હતો. જેના પાછળનું કારણ એ હતું કે એક હિન્દુ પાડોશીની સારવાર માટે તેમને રૂપિયા દાનમાં આપી દીધા હતા. ખડગપુરના પુરટન બજારમાં મોહર્રમ જુલૂસનું આયોજન કરનાર સમાજ સંઘ કલ્બે એક મોબાઈલ રિચાર્જનું દુકાનના માલિક અબિર ભુનિયા માટે પ૦ હજાર રૂપિયા ભેગા કર્યા જે કેન્સરથી પીડાતા હતા. કોલકાતાના સરોજ ગુપ્તા કેન્સર કેન્દ્રમાં ભુનિયાની કિમોથેરાપી ચાલી રહી હતી અને તેઓને ૧ર લાખ રૂપિયાની જરૂર હતી. જેથી તેમની મદદે સમાજ સંગઠનના સચિવ અમજદખાને આ વર્ષે મોહર્રમનો જુલૂસ ન નીકાળીને કેન્સર પીડિત અબીરની મદદ કરવાનો નિર્ણય લીધો છે. સંગઠનનું કહેવું છે કે મોહર્રમ જુલૂસ તો દર વર્ષે નીકળે છે પણ પહેલા જીવન બચાવવાની જરૂર છે. અમે આશા રાખીએ છે કે જુલૂસ કરતાં પણ વધારે રકમની તેમને મદદ મળે. ભુનિયાએ પોતાના પાડોશીઓનો આભાર માનતા કહ્યું કે મને નથી ખબર કે છેલ્લે હું સાજો થઈશ કે નહીં પણ મારા પાડોશીએ મારા માટે જે કર્યું એ મારા મનને સ્પર્શી ગયું છે. તેઓએ પોતાના માતા-પિતાને ગત વર્ષ ગુમાવી દીધા હતા અને પોતાની પત્ની સાથે રહે છે અને હજી પણ તેઓ પોતાના પ્રથમ સંતાનની રાહ જોઈ રહ્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks