પશ્ચિમ બંગાળમાં મોહર્રમના દિવસે સાંજ પછી મૂર્તિ વિસર્જન પર મમતા બેનરજીની રોક

(એજન્સી) નવી દિલ્હી, તા.૨૪
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીના એક નિર્ણય અંગે ફરીવાર વિવાદ ઊભો થયો છે. મમતા બેનરજી સરકારે મોહર્રમના જુલૂસને પગલે વિજયા દશમી પર થનારા મૂર્તિ વિસર્જન પર ૩૦ સપ્ટેમ્બરની સાંજે ૬.૦૦ વાગ્યાથી બીજી ઓક્ટોબર સવાર સુધી રોક લગાવવાનો આદેશ આપ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ૩૦મી સપ્ટેમ્બરે વિજયા દશમીની ઉજવણી કરવામાં આવનાર છે. મમતા બેનરજી સરકારના આદેશ અનુસાર શ્રદ્ધાળુએ સાંજે છ વાગ્યા સુધી જ દૂર્ગા પ્રતિમાનું વિસર્જન કરી શકશે અથવા તેમણે બીજી ઓક્ટોબર સુધી રાહ જોવી પડશે. મોહર્રમનો તહેવાર આ વર્ષે પહેલી ઓક્ટોબરે આવી શકે છે. આ દિવસે કઢાતા તાજિયા જુલૂસને ધ્યાને રાખી મમતા બેનરજીએ ઉપરોક્ત નિર્ણય લીધો હતો. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પણ મમતા બેનરજીએ મૂર્તિ વિસર્જન પર રોક લગાવી હતી. ગત વર્ષે ૧૧ ઓક્ટોબરના દિવસે દશેરા હતો અને ૧૨મી તારીખે મોહર્રમ હતા. મમતા દ્વારા મૂર્તિ વિસર્જનના નિર્ણય વિરૂદ્ધ કોલકાતા હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી પણ દાખલ કરવામાં આવી હતી. કોલકાતા હાઇકોર્ટે અરજી પર સુનાવણી કરતા મમતા બેનરજી સરકારને ફટકાર લગાવી હતી. હાઇકોર્ટે આને એક સમુદાયને રિઝાવનારો નિર્ણય ગણાવ્યો હતો. ભાજપે પણ મમતા પર મુસ્લિમ તૃષ્ટીકરણનો આરોપ લગાવ્યો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks