(એજન્સી) કોલકાતા, તા.૧૭
દુર્ગા પૂજાના હવે ગણતરીના દિવસો બાકી છે જ્યારે પશ્ચિમબંગાળમાં ફરી વાર કોમી તંગદિલી સર્જાઈ છે. આ વખતે નાદિયા જિલ્લામાં ઘટના બની છે. હિન્દુ વિસ્તારમાં ગૌમાંસની હાજરીના આક્ષેપો પર ચાર મુસ્લિમોને ઢોરમાર મારવામાં આવ્યો હતો. આ ઘટના બાદ ચારમાંથી એકની હાલત ગંભીર બતાવવામાં આવી છે. પોલીસે આગળની જાણકારી સુધી આઈપીસી કલમ ૧૪૪ની લાગુ કરી દીધી છે. શુક્રવારે સાંજે કોલકાતાથી ૧૬૬ કિ.મી. અને નકશીપારાથી ગામમાં નકશીપુરા પોલીસ સ્ટેશન ખાતે મોરચો કાઢયો હતો. જેમાં હિન્દુઓએ ‘‘જય શ્રી રામ’’, ‘‘ભારત માતા કી જય’’ અને મુસ્લિમ વિરોધી સૂત્રોચ્ચારો કર્યા હતા. તેઓએ મુસ્લિમો વિરૂદ્ધ ફરિયાદ કરતાં કહ્યું કે, ગામની હિન્દુ કોલોની માથપરા સામે મુસ્લિમો દ્વારા ગૌમાંસના ટુકડાઓ ફેંકવામાં આવ્યા હતા જ્યારે ટોળું શેન્ગા ગામના પોલીસ સ્ટેશન સામે ઘસી આવ્યું હતું અને ત્યારબાદ ગામમાં આવેલ મસ્જિદમાં દરવાજાઓ અને દિવાલોની તોડફોડ કરી હતી જેના કારણે બે સમુદાયો સામસામે આવી ગયા હતા અને કોમી તંગદિલી સર્જાઈ હતી. નકશીપુરા પોલીસ સ્ટેશનના ઓફિસર ઈન્ચાર્જ મુકુલ પીઆએ કહ્યું કે, ઘટના બાદ પરિસ્થિતિ નિયંત્રણમાં છે. બે સમુદાયોના ર૮ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને આગળની તપાસ ચાલુ છે. છેલ્લા ત્રણ વર્ષમાં બંગાળમાં ઘણા કોમી તંગદિલીના બનાવો બન્યા છે જેમાં તાજેતરમાં બનેલ ઘટનામાં બશીરત-બદુરીયા, દુલ્લાગઢ, ઈસ્લામપુર, ઉત્તર દિનાજપુર જિલ્લા અને નકશીપુરા બ્લોક નાદિયા જિલ્લામાં બન્યા છે.