National

લોકોએ ‘જય શ્રી રામ’ના નારા લગાવતા મમતા ભડક્યાં, કહ્યું ‘‘બંગાળને ગુજરાત બનવા દઇશું નહીં’’

(એજન્સી) નવી દિલ્હી, તા. ૩૧
પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીનો એક નવો વીડિયો આવતા ફરીથી વિવાદમાં ફસાયા છે. મમતા બેનર્જીનો આ વીડિયો ઉત્તર ૨૪ પરગના જિલ્લાનો છે. જેમાં કેટલાંક લોકો તેમની આસપાસ ‘જય શ્રીરામ’ના નારા લગાવતા જોવા મળી રહ્યાં છે. આ વીડિયોમાં સૂત્રોચ્ચાર બાદ મમતા બેનર્જી લોકોને ધમકાવતા દેખાઇ રહ્યા છે અને તે લોકોને બહારી અને ભાજપના બદમાશ ગણાવતા દેખાઇ રહ્યા છે. તેમણે કહ્યું કે,હું બંગાળને બીજુ ગુજરાત બનવા દઇશ નહીં. વાત એમ છે કે ગુરૂવારના રોજ મમતા બેનર્જી પોતાના પાર્ટી કાર્યકર્તાઓની સાથે હિંસક ઝડપની વિરૂદ્ધ એક ધરણામાં ભાગ લેવા માટે નૈહાટી જઇ રહ્યા હતા. ત્યારે કેટલાંક લોકો તેમના કાફલા સામે આવી ગયા અને જયશ્રીરામના નારા લગાવા લાગ્યા. મમતા તેમનાથી નારાજ થઇ ગયા અને તરત ગાડીમાંથી ઉતરીને સૂત્રોચ્ચાર કરી રહેલા લોકો પર બૂમાબૂમ કરવા લાગ્યા.
મમતા બેનર્જીએ બૂમો પાડતા કહ્યું, ‘અહીં આવો હિંમત છે તો સામે આવો મને ફેસ કરો ભાજપના ગુંડાઓ અહીં તમે લોકો અમારા લીધે જ રહો છો. તમારા જેવા લોકોને અહીંથી ભગાડી પણ શકું છું તમે લોકો બધા બદમાશ લોકો છો તમારા લોકોની હિંમત કઇ રીતે થઇ મારા કાફલા પર હુમલો કરવાની હું તમારા લોકોની ચામડી ઉખાડી દઇશ. બધા લોકોના નામ જોઇએ જે ઉપદ્રવ કરી રહ્યા હતાપએક એક ઘરની તપાસ થવી જોઇએ.’ ત્યારબાદ મમતાનો કાફલો થોડોક દૂર આગળ વધતા ફરી એક વખત જયશ્રીરામના નારા લાગવા લાગ્યા. મમતા ફરીથી ઉતર્યા અને બૂમો પાડવા લાગ્યા. તેમણે કહ્યું, ‘અહીં આવોપહિંમત છે તે સામે આવો બદમાશોપહું મારી ગાડીમાં જઇ રહી હતીપત્યારે આ ભાજપના ગુંડાઓએ મને ગાળો આપવાનું શરૂ કરી દીધું. આ બધા બહારના લોકો છે. તેમાં કોઇપણ બંગાળનો લોકલ વ્યક્તિ નથી.’

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    એક્સક્લુસિવ : ભાજપના આઈકોન એસપી મુખરજી ગાંધીજીના હત્યારાને બચાવવા માટે ભંડોળ ઊભું કરવામાં ભાગીદાર હતા

    કટ્ટરતા – ભારત ભૂષણ મહાત્મા…
    Read more
    NationalPolitics

    ભાજપની ત્રિરંગા યાત્રાથી ખુશ થવાની જરૂર નથી, RSS ત્રિરંગાથી નફરત કરે છે

    નરેન્દ્ર મોદી સરકારે સ્વતંત્રતાની ૭૦…
    Read more
    National

    મુસ્લિમોએ માત્ર રક્ષાત્મક થવાને બદલે પાશ્ચાત્યવાદ અને હિન્દુત્વ સામે પ્રશ્નો ઊભા કરવાની જરૂર છે

    જરૂરિયાત – ડો. જાવિદ જમીલ હવે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.