(એજન્સી) તા.૧પ
કર્ણાટકમાં પરાજિત થવા છતાં કોંગ્રેસ એટલો દિલાસો લઇ શકે છે કે તેને રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં ૩.૫ કરોડ કરતાં વધુ મતમાંથી ૩૮ ટકા જેટલાં સૌથી વધુ મત પ્રાપ્ત થયાં છે. તેમ છતાં કોંગ્રેસને ૪૨ ટકા બેઠકો ગુમાવવાનો વારો આવ્યો તે આપણી લોકશાહીની વિડંબના છે. પરાજય છતાં ટીમ રાહુલ એ વાતનું આશ્વાસન લઇ શકશે કે તેના મતોની ટકાવારીમાં વધારો થયો છે. બીજીતરફ ભાજપે ૧૬ ટકાના ઉછાળા સાથે ૩૭ ટકા જેટલા મત હાંસલ કર્યાં છે. કોંગ્રેસ કરતાં ઓછા મત હાંસલ કર્યાં હોવા છતાં ભાજપની બેઠકોમાં બમણો વધારો થયો છે. જયારે રાજ્યમાં ત્રીજા પરિબળ એવા જેડીએસને ફક્ત ૧૭ ટકા મત મળ્યા છતાં ૩૭ જેટલી બેઠકો જીતી ગયો છે. આવું આપણી લોકશાહીમાં જ નથી. દુનિયાભરની લોકશાહીમાં આવું વલણ જોવા મળે છે. ૨૦૧૬માં ેંજી સિસ્ટમ ઓફ ઇલેક્ટ્રોલ કોલેજમાં હિલેરી ક્લિન્ટનને વધુ મત મળ્યા હોવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પ ૨૭૦ ઇલેક્ટ્રોલ કોલેજ મત પ્રાપ્ત કરીને પ્રમુખપદની ચૂંટણી જીતી ગયા હતા.
છેલ્લા ૩૫ વર્ષમાં કોંગ્રેસને ક્યારેય ભાજપથી ઓછા મત મળ્યા નથી
કર્ણાટકમાં ભાજપ છેલ્લા ૩૫ વર્ષથી ચૂંટણી લડી રહ્યો છે તેમ છતાં ક્યારેય કોંગ્રેસને ભાજપ કરતાં ઓછા મત મળ્યાં નથી. ૨૦૦૮માં કર્ણાટકમાં ભાજપની પહેલી સરકાર બની હતી ત્યારે પણ કોંગ્રેસને ભાજપ કરતાં એક ટકો વધુ મત હાંસલ થયાં હતાં. ૨૦૦૮માં ભાજપને ૩૩.૮૬ ટકા મત સાથે ૧૧૦ બેઠક મળી હતી જ્યારે કોંગ્રેસને ૩૪.૭૬ ટકા મત સાથે ફક્ત ૮૦ બેઠક મળી હતી.