ર૦૧૭માં હજ સબસિડી ચાલુ રહેશે
(એજન્સી) મુંબઈ, તા.રર
કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ શનિવારે કહ્યું કે હજ સબસિડી સાથે જોડાયેલા વિભિન્ન પાસાઓના અધ્યયન માટે એક વિશેષ સમિતિની રચના કરવામાં આવી છે. જે જલ્દી પોતાનો રિપોર્ટ રજૂ કરશે. તેમણે સાથે જ સ્પષ્ટ કર્યું કે હજ ર૦૧૭માં હજ સબસિડી બંધ નહીં થાય. લઘુમતી કાર્ય મંત્રીએ કહ્યું કે હજ કમિટીના માધ્યમ દ્વારા જતાં હજ યાત્રીઓની હજ સબસિડીના સંબંધમાં કેટલાય પ્રકારની માંગ આવી છે સાથે જ ર૦૧રનો ઉચ્ચત્તમ ન્યાયલયનો નિર્ણય પણ છે. અ મુદ્દામાં સંપૂર્ણરૂપે છ સભ્યો ધરાવતી વિશેષજ્ઞ સમિતી અધ્યયન કરી રહી છે તે પોતાનો રિપોર્ટ જલ્દી જ આપશે. મુંબઈમાં ઓલ ઈન્ડિયા હજ ઉમરાહ ટૂર ઓર્ગેનાઈઝર્સ એસોસિએશનની બેઠક દરમ્યાન નકવીએ કહ્યું કે ભારતમાં હજ માટે આવેદન ર જાન્યુઆરી ર૦૧૭થી શરૂ થઈ ગયા છે. આવેદન જમા કરવાની અંતિમ તારીખ ર૪ જાન્યુઆરી ર૦૧૭ છે. ભારતમાં પ્રથમ વખત હજ આવેદન પ્રક્રિયા સંપૂર્ણ રીતે ડિજિટલ થઈ ગઈ છે. આ જ મહિને હજની મોબાઈલ એપ પણ લોન્ચ કરવામાં આવી છે. હજ ર૦૧૭ આવેદનની ઓનલાઈન પ્રક્રિયાને લોકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે.
તેમણે કહ્યું કે હજુ સુધી લગભગ ૩ લાખથી વધુ લોકોએ અરજી કરી છે. જેમાંથી ૧ લાખથી વધુ લોકોએ ઓનલાઈન માધ્યમ દ્વારા અરજી કરી છે. ઓનલાઈન અરજીથી લોકોને પારદર્શકતા સાથે હજ પર જવાની તક મળશે. નકવીએ કહ્યું કે લઘુમતી મંત્રાલય હજ ર૦૧૭ માટે હજ યાત્રાઓને સારી સુવિધા પુરી પાડવા માટે પ્રતિબદ્ધ છે અને તે માટે મંત્રાલયે કેટલાય પગલાંઓ લીધા છે. હજ આવેદન પ્રક્રિયાને સંપૂર્ણ રીતે ડિજિટલાઈઝ કરવી. આ દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું છે. નકવીએ કહ્યું કે હજ ર૦૧૭માં ભારતથી ૩૪,પ૦૦થી વધુ હજયાત્રી હજ પર જશે. આ નિર્ણય તેમની સઉદી અરબની યાત્રા દરમ્યાન લેવાયો. વર્ષો બાદ ભારતથી હજ પર જનાર યાત્રીઓની સંખ્યામાં આટલો વધારો કરવામાં આવ્યો છે. તેમની યાત્રા દરમ્યાન સઉદી અરબની સરકાર સાથે હાજીઓની સુવિધાઓ, નિવાસ, પરિવહન, સુરક્ષા વગેરે મહત્તવપૂર્ણ વિષયો પર પણ ચર્ચા થઈ હતી. ઉલ્લેખનીય છે કે હજ ર૦૧૬માં સમગ્ર દેશમાં ર૧ કેન્દ્રોમાંથી લગભગ ૯૯,૯૦૩ હાજીઓએ હજ કમિટી ઓફ ઈન્ડિયા દ્વારા હજ કરી છે અને લગભગ ૩૬ હજાર હાજીઓ ખાનગી ટૂર ઓપરેટરો દ્વારા હજ પર ગયા હતા. નકવીએ કહ્યું કે લઘુમતી મંત્રાલય આગામી હજની સારી સુવિધાની તૈયારીઓમાં અત્યારથી જ વ્યાપક રીતે લાગી ગયું છે. મક્કા અને મદીનામાં હજ યાત્રા દરમ્યાન હાજીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ ન પડે તે માટે હાજીઓને તાલીમ આપવામાં હજ કમિટી ઓફ ઈન્ડિયા અને રાજ્યોની હજ કમિટીઓએ અત્યારથી જ ટ્રેનિંગ કેમ્પની યોજના બનાવવી જોઈએ. તેમણે કહ્યું કે લઘુમતીકાર્ય મંત્રાલયે હાજીઓને તાલીમ આપવા માટે ૧૦-૧પ મિનિટની એક ફિલ્મ તૈયાર કરી છે. જેમાં હાજીઓ માટે તમામ જાણકારી આપવામાં આવી છે. આ ફિલ્મ હાજીઓ માટે આયોજિત કરવામાં આવનાર ટ્રેનિંગ કેમ્પ્માં દેખાડવામાં આવશે.