બુધના,તા.ર૩
બોલિવુડના બહુચર્ચિત અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી નગરપાલિકાની ચૂંટણીમાં પોતાની ભાભીને વિજય અપાવવા મેદાને પડયા છે. તેઓ મુઝફફરનગર જનપદના એક સામાન્ય કસ્બા બુધનામાં હેલિકોપ્ટર દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં લાગ્યા છે. ઉત્તર પ્રદેશમાં નગરપંચાયતની ચૂંટણી થવાની છે અને બુધનામાં નવાઝુદ્દીનના ભાભી સબાસિદ્દીક નગરપંચાયતના અધ્યક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે. સબા સમાજવાદી પાર્ટીના ઉમેદવાર છે.
મંગળવારે નવાઝુદ્દીન હેલિપ્કોપ્ટરમાં સીધા જ ચૂંટણી વિસ્તારમાં પહોંચ્યા પડદા પર શ્રેષ્ઠ અભિનય દ્વારા દુનિયામાં નામ કમાનાર નવાઝુદ્દીનએ અગ્રસેન કોલેજના મેદાનમાં શાનદાર ભાષણ આપ્યું હતું. નવાઝએ ભાષણમાં જણાવ્યું કે, મારી ભાભીને મત આપીને જીત અપાવજો, હું બુધનાને દુનિયાનું સૌથી સુંદર કસ્બો બનાવવાનો પ્રયત્ન કરીશ. ભાઈ ફૈઝની પત્ની સબાને જીતાડવા નવાઝુદ્દીન સ્થાનિક લોકો સાથે ફોન પર વાતચીત કરી સમર્થન મેળવી રહ્યા છે. તેઓ અહિંયા મતદાનની તારીખ સુધી રોકાશે બલ્કે મતદાન પણ કરશે.
બુધનામાં ર૬મી નવેમ્બરે ચૂંટણી છે જેનું પરિણામ ૧લી ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે.