ભાવનગર, તા.૬
ભાવનગર જિલ્લાના જેસર ગામ નજીક આજે વહેલી સવારે ક્રિએટા કાર પલટી ખાઈ જતાં જૂનાગઢ પંથકના સગા ભાઈ-બહેનને ગંભીર ઈજા પહોંચતા બંનેના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જાણવા મળેલ વિગતો મુજબ જૂનાગઢ જિલ્લાના માણાવદર ગામે રહેતા હરપાલસિંહ ચુડાસમા, આશાબા ચુડાસમા અને ઈન્દ્રજીતસિંહ ક્રિએટા કાર લઈ સાવરકુંડલાથી કુકડ ગામ તરફ જઈ રહ્યા હતા ત્યારે આજે વહેલી સવારે જેસર નજીકથી પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલી ક્રિએટા કાર પલટી ખાઈ રોડ પરથી નીચે ખાબકતા હરપાલસિંહ ચુડાસમા (ઉ.વ.૩૪) અને આશાબા ચુડાસમા (ઉ.વ.આ.૩૩)ને ગંભીર ઈજા થતાં બેનેનાં મોત નિપજ્યા હતા જ્યારે ઈન્દ્રજીતસિંહને ઈજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટનાની જાણ થતાં જેસર પોલીસ મથકના પો.સ.ઈ. વી.એ. જાડેજાએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Facebook
0
Twitter
0