National

ભક્તો ‘રોકસ્ટાર બાબા’ ગુરમીત રામ રહીમને કેમ કરે છે પ્રેમ ?

(એજન્સી) ચંદીગઢ, તા.રપ
ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ-રહીમસિંહ વિરૂદ્ધ બળાત્કારના કેસમાં કોર્ટ ચુકાદાના બે દિવસ પહેલાંથી જ લાખો ભક્તોએ પોલીસ અને સેનાને ખડેપગે રાખ્યા છે. આ દેશપ્રેમીઓ, પુરૂષો અને સ્ત્રીઓ, પંચકુલા શહેર આવ્યા છે જ્યાં કોર્ટ દ્વારા ચુકાદો સંભળાવવામાં આવ્યો, માત્ર તેમના ‘ગરૂજી’ની એક ઝલક મેળવવા મનોજ અરોરાએ કહ્યું કે, તેમણે અમને જગતની સાચી સમસ્યાઓ બતાવી ધ્યાન અથવા ધ્યાનની રીતો દ્વારા જેને એક સિમરન કહીએ છીએ. એક ૩૦ વર્ષના પ્રેમીએ કહ્યું કે સિમરને અમને એક પ્રકાશ બતાવ્યો જે પ્રકાશે શું સાચું કે ખોટું છે તે પ્રગટ કર્યું. ગુરમીત રામ-રહીમ દ્વારા ભકતોને શહેર છોડી દેવા એક વીડિયો અપીલ કરવામાં આવી હતી છતાં આ અનુયાયીઓએ જવાનો ઈન્કાર કર્યો હતો. છેલ્લા બે દિવસથી તેઓ શહેરની બહાર હાઈવે પર સૂઈ રહ્યા છે. શૌચાલયની કોઈ સુવિધા ન હોવાથી અનુયાયીઓ પેટ્રોલ પંપ, રસ્તાના કિનારા તથા નજીકની નદીના પટનો ઉપયોગ કરી રહ્યા છે. તેમજ શહેરમાં રહેતા ડેરા અનુયાયીઓ દ્વારા ભોજન પૂરું પાડવામાં આવી રહ્યું છે. દરેક પ્રેમી ગુરમીત રામ-રહીમ પ્રત્યે બિનશરતી પ્રેમ હોવાનો દાવો કરી રહ્યા છે. રામ-રહીમ જે ‘ગુરૂ ઈન બ્લીંગ’ અને ‘રોકસ્ટાર બાબા’ જેવા નામે ઓળખાય છે તે હરિયાણામાં આવેલ ડેરા હેડક્વાર્ટર ખાતે દર રવિવારે ભેગા થયેલ ભક્તોને દર્શન આપે છે. આ બની બેઠેલ ગુરૂ વર્ષોથી વિવાદાસ્પદ રહ્યા છે. તેના પર ર૦૦રમાં સિરસા આશ્રમમાં બે મહિલા અનુયાયીઓના જાતીય શોષણનો આરોપ છે. તેના પર એક પત્રકારની હત્યાનો પણ આરોપ છે. ર૦૦૭માં શીખ ગુરૂ ગોવિંદસિંઘની જેમ વેશભૂષા કરવાના કારણે તે મુશ્કેલીમાં મૂકાયો હતો. આ અપકિર્તીઓ છતાં રામ-રહીમ પોતાની અવનવી રીતો અને પોષાકને કારણે ઘણા લોકોના ધ્યાન ખેંચવામાં સફળ થયા છે. તેમના પ્રેમીઓ દૂર દૂરથી પિતાજીનો સંદેશ સાંભળવા ભેગા થાય છે. તેમના ટેકેદારોનું કહેવું છે કે, તેમનો મુખ્ય એજન્ડા સામાજિક કલ્યાણનો છે. તેમણે કહ્યું કે અમે રકતદાન, વૃક્ષ વાવેતર, સ્વચ્છતા અભિયાનો, રૂપજીવીનીઓને બચાવી અને તેમને પોતાની પુત્રી બનાવવા જેવા કાર્યો કરીએ છીએ. જ્યારે પૂછવામાં આવ્યું કે ભકતો પોતાની શ્રદ્ધા કેવી રીતે જાળવી રાખે છે ત્યારે મનોજે સ્મિત સાથે કહ્યું કે જ્યારે તમે રસગુલ્લા ખાઓ છો ત્યારે જ તમને ખબર પડે છે કે તે શું છે અને કેટલું સારું લાગે છે જ્યાં સુધી તમે અમારી સંગતનો ભાગ નહીં બનો અને અમે સિમરન નહીં કરો ત્યાં સુધી નહીં સમજી શકો. છેલ્લા કેટલાક વર્ષોમાં ડેરા પ્રમુખે ફિલ્મમેકર તરીકે પણ પ્રવેશ કર્યો છે. તેમણે ‘‘એમએસજી-મેસેન્જર ઓફ ગોડ’’ નામન ફિલ્મની ૩ શ્રેણી બનાવી છે જેમાં તેમણે મુખ્ય પાત્ર ભજવવાની સાથે એડિટીંગ, કોરિયોગ્રાફી અને સ્ક્રીપ્ટનું લખાણ પણ કર્યું છે. કિરન પાલ નામના રપ વર્ષીય સમર્થકે પોતાને સચ્ચા ડેરા ભક્ત ગણાવતા કહ્યું કે તેણે ડ્રગ્સનું સેવન છોડી દીધું છે અને રકતદાન તેમજ રૂપજીવીનીઓને સમાજમાં પાછા લાવવા જેવા કાર્યો કર્યા છે. આ ભકતે કહ્યું કે ગુરૂજીની ફિલ્મોમાં પણ કોઈ સંદેશ હોય છે. તેમણે લાખો લોકોને ફિલ્મ દ્વારા મદદ કરી છે. નવી પેઢી સાચા રસ્તા પર ચાલવા તેમનાથી પ્રેરાય છે. હાલ ભકતોના આ પ્રેમે હિંસાનું સ્વરૂપ ધારણ કરેલ છે.