Gujarat

કાલાવડના મંઢેરા ગામે નવ વર્ષની ભાણેજની બે વખત લાજ લૂંટી

જામનગર,તા.૩૦
જામનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં હાહાકાર મચાવનાર બનાવ પોલીસ દફતરે નોંધાયો હતો. કાલાવડ તાલુકાના ખંઢેરા ગામે કૌટુંબિક મામાએ જ ૯ વર્ષની ભાણેજ પર બે વખત બળાત્કાર ગુર્જાયાની ઘટનાએ ધ્રુણા ઉપજાવી છે. સતત બે દિવસ બે વખત વાસનાનો ભોગ બનેલ બાળકીને ગઇકાલે રાત્રે જામનગર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. બીજી તરફ કાલાવડ ગ્રામ્ય પોલીસે તત્વરીત તપાસ હાથ ધરી આરોપીના સગડ મેળવવા જુદી જુદી ટીમો બનાવી શોધખોળ શરૂ કરી છે. વાસના સંતોષી નાશી ગયો આરોપી હાથવેંતમાં હોવાનું જાણવા મળ્યું છે.
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખંઢેરા ગામે વધુ શ્રમીક પરિવારની ૯ વર્ષીય માસુમ બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યાનો બનાવ સામે આવ્યો છે. પ્રાપ્તો વિગતો મુજબ ખંઢેરામાં રહેતા અને મજુરી કામ કરતા એક પરિવારની ૯ વર્ષીય બાળા પોતાના ઘરે ગત શનિવારે એકલી હતી ત્યારે બાળકીના કૌટુંબિક મામા મુન્ના નાથા પરમાર (ઉ.વ.૪૦) પરિવારના ઘરે આવી પહોચ્યો હતો. બાળકીની એકલતાને જોઇ વાસના સવાર થઇ જતાં નરાધમ કૌટુંબિક મામાએ બાળકી પર બળાત્કાર ગુર્જાયો હતો. આ અંગેની કોઇને જાણ કરીશ તો મારી નાખીશ એમ કૌટુંબિક મામા દ્વારા ધમકી આપવામાં આવી હતી.
ત્યારબાદ બીજા દિવસે એટલે કે રક્ષાબંધનના દિવસે ઘરે પહોચી જઇ નરાધમે તેણીનો એકલતાનો લાભ લઇ ફરી વખત બળાત્કાર ગુજારી બાળકીને ડરાવી ધમકાવી હતી. દરમિયાન ગઇકાલે આ વાતને છુપાવીને હતપ્રત બની ગયેલી બાળકીને એકાએક પેટનો દુઃખાવો ઉપડતા તેણીના પરિવારજનોએ આ બાબતે પુછતા સમગ્ર ઘટના સામે આવી હતી. ત્યારબાદ બાળકીના પરિવારજનોએ કાલાવડ ગ્રામ્ય પોલીસને જાણ કરી બાળકીને તાત્કાલીક જામનગર ખસેડી હતી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    Gujarat

    હિંમતનગરના ગામડી પાસે નેશનલ હાઈવે પર વાહનની ટક્કરે વ્યક્તિનું મોત ઉશ્કેરાયેલા લોકોએ હાઈવે બ્લોક કર્યો પોલીસ પર પથ્થરમારો કરી વાનને આગ ચાંપી

    ટોળાને વિખેરવા ટીયરગેસના ૧ર૦થી વધુ…
    Read more
    AhmedabadGujarat

    વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

    રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
    Read more
    AhmedabadGujarat

    માવઠાના માર બાદ અગનભઠ્ઠીમાં શેકાયું ગુજરાત : સુરેન્દ્રનગરમાં પારો ૪૪.૭ ડિગ્રી

    ડીસામાં ૪૪.૪, અમદાવાદમાં ૪૪.ર અને…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.