ભારત બહાર પદ્માવતી ફિલ્મને પ્રદર્શિત કરવા વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટ અરજી સાંભળશે

(એજન્સી) નવી દિલ્હી, તા.ર૩
સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે પદ્માવતી ફિલ્મને ભારતની બહાર વિદેશમાં ૧લી ડિસેમ્બરે પ્રદર્શિત નહીં કરવામાં આવે, એ બાબત ર૮મી નવેમ્બરે સુનાવણી કરવા તૈયારી બતાવી છે. સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી માગણી કરાઈ હતી કે ફિલ્મના નિર્માતાને નિર્દેશો આપવામાં આવે કે એ ૧લી ડિસેમ્બરે ફિલ્મને ભારતની બહાર પ્રદર્શિત કરવામાં નહીં આવે. સુપ્રીમ કોર્ટની બેન્ચના મુખ્ય ન્યાયાધિશ દિપક મિશ્રા, જજ ખાનવિલકર અને જજ ચંદ્રચૂડની બેન્ચે જણાવ્યું કે કોર્ટે પદ્માવતીના નિર્માતાઓ વિરૂધ્ધ દાખલ કરેલ અરજીની સુનાવણી કરશે જેમાં આક્ષેપો મુકાયા છે કે ફિલ્મમાં હકીકતોને તોડી-મરોડી રજૂ કરાયા છે. સીબીએફસીએ ફિલ્મના પ્રોમો અને ગીતોને દર્શાવવા મંજૂરી આપી છે. એ પ્રકારની ખોટી રજૂઆતો કરવામાં આવી છે. કોર્ટે વકીલ શર્માને કહ્યું કે તમે રિટ અરજી દાખલ કરો અમે મંગળવારે સુનાવણી હાથ ધરીશું. શર્માએ કહ્યું કે જો ફિલ્મને ભારત બહાર પ્રદર્શનની મંજૂરી અપાશે તો એ દેશની સામાજિક શાંતિ અને એખલાસને નુકસાન પહોંચાડશે. એમણે માંગણી કરી કે નિર્માતા વિરૂધ્ધ ફોજદારી કાર્યવાહી કરવી જોઈએ. કારણ કે એમણે ખોટી રજૂઆતો કરી જણાવ્યું છે કે ફિલ્મના પ્રોમો અને ગાયનોને સીબીએફસીએ સર્ટીફીકેટ આપ્યું છે.
ફિલ્મમાંથી વાંધાજનક દૃશ્યો દૂર કરવાની માગણી સાથે કોર્ટને વિનંતી કરાઈ હતી પણ કોર્ટે અરજી ફગાવી દીધી.
સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે સેન્સર બોર્ડે હજુ ફિલ્મને સર્ટીફીકેટ આપ્યું નથી જેથી કોર્ટ એમની કામગીરીમાં દરમ્યાનગીરી નહીં કરી શકે. સેન્સર બોર્ડ એક સ્વતંત્ર સ્વાયત્ત સંસ્થા છે.
સામાવાળાના એક વકીલે કહ્યું કે ફિલ્મના પ્રોમોને દર્શાવવા સેન્સર બોર્ડની મંજૂરી મેળવાઈ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks