મોદી સરકારના ચાર વર્ષનું સર્વગ્રાહી વિશ્લેષણ ચાર વર્ષમાં ભારતને વિખંડિત કરાયું

(એજન્સી) તા.૨૫
તાજેતરમાં લોકસભામાં અવિશ્વાસ પરની ચર્ચા દ્વારા મોદી સરકારની નીતિઓ સપાટી પર આવી હતી. મોદી સરકાર દેશમાં લગભગ તમામ મોરચે નિષ્ફળ ગઇ છે. ભ્રષ્ટાચાર નાબૂદી, યુવાનો માટે રોજગારોના સર્જન, ભાવ વધારા પર નિંયંત્રણ, કૃષિ સંકટનું નિરાકરણ, વિદેશી બેંકોમાં જમા કાળુંનાણું પરત લાવવા અને દરેકના ખાતામાં રૂા. ૧૫ લાખ જમા કરાવવા જેવા ચૂંટણીના વચનોમાં મોદી સરકાર નિષ્ફળ ગઇ છે.
આ ચર્ચાનું નેતૃત્વ સંભળી રહેલા રાહુલ ગાંધીએ સમાજમાં વધતી જતી નફરત અને હિંસાને લગતા મુદ્દાઓ પર પ્રકાશ ફેંક્યો હતો. તેમણે ખાસ કરીને ધાર્મિક લઘુમતીઓને ધાકધમકી અને ઉપેક્ષાના મુદ્દા પર પણ ભાર મૂક્યો હતો. આ બધા મુદ્દાઓની મોટા ભાગના મીડિયાઓએ ઉપેક્ષા કરી છે. અહીં મોદી સરકારના ચાર વર્ષની સમાપ્તિ પર જારી કરવામાં આવેલા સિવિલ સોસાયટી ગ્રુપના રિપોર્ટનો સંદર્ભ છે.
મોદી સરકારના ચાર વર્ષની સમાપ્તિ પ્રસંગે અગ્રણી કર્મશીલો જ્હોન દયાલ, લીના દાબીરુ અને શબનમ હાશમી દ્વારા સંપાદિત પુસ્તક ‘ડિસમેન્ટલીંગ ઇન્ડિયા’ (વિખંડિત ભારત)માં મોદી શાસનના ચાર વર્ષની ઘટનાઓનું વ્યાપક આલેખન કરવામાં આવ્યું છે. આ રિપોર્ટમાં વિશ્લેષણાત્મક લેખો ઉપરાંત તારીખવાર ઘટનાક્રમ આપવામાં આવ્યો છે. મોદી શાસનકાળમાં કઇ રીતે દેશ નફરતના ગણતંત્રમાં તબદિલ થઇ ગયું અને લોકો મોટા પાયે બેરોજગારી-ગરીબીમાં ધકેલાઇ ગયા અને અધિકારોથી વંચિત થઇ ગયા તેનો સર્વગ્રાહી અહેવાલ આપવામાં આવ્યો છે.ા્‌ ચિંતાજનક વાત એ જણાવવામાં આવી છે કે ભીડ તંત્ર ખૂબ જ સક્રિય બની ગયું છે અને તેમણે જે હાહાકાર મચાવ્યો છે તેને સારી રીતે આ રિપોર્ટમાં આલેખવામાં આવેલ છે. ટોળાઓ સ્વયંસ્ફુરીત દેખાય છે પરંતુ સાથે સાથે સુયોજિત પણ હોય છે. તેઓ કાયદો પોતાના હાથમાં લે છે કારણ કે તેમને ખબર હોય છે કે તેઓ તેમાંથી છટકી જશે. આમ સંપાદકો દ્વારા સારી રીતે સંચિત આ રિપોર્ટ મોદી સરકારના આ પાસાઓ પર ધ્યાન કેન્દ્રીત કરે છે જેમાં માન્યતાઓ, પૂર્વગ્રહો, ચીલાચાલુ વલણોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે અને લોકોને સમાજના નબળા વર્ગ વિરુદ્ધ હિંસા અને ધાકધમકીનો છૂટોદોર આપવા માટે કાયદો હાથમાં લેવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. ‘આઇડિયા ઓફ ઇન્ડિયા’ના વિખંડનના ઘટનાક્રમનું યોગ્ય રીતે વિશ્લેષણ કરવામાં આવ્યું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks