ભારત પાસે નબળા પ્રધાનમંત્રી, ટ્રમ્પ સાથે એચ૧-બી વિઝા મુદ્દે વાત પણ ન કરી : રાહુલ ગાંધી

નવી દિલ્હી, તા. ૫
વિદેશમાં રજાઓ માણ્યા બાદ ભારત પરત ફરેલા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકાર પર સતત પ્રહાર કરી રહ્યા છે. રાહુલે આજે ટિ્‌વટ કરી હતી કે, નરેન્દ્ર મોદી એક નબળા વડાપ્રધાન છે તેમણે કેટલાક મીડિયા રિપોર્ટને ટાંકતા લખ્યું હતું કે, પીએમ મોદીના અમેરિકા પ્રવાસ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ સાથે એચવન-બી વીઝા અંગે કોઇ વાતચીત નહોતી થઇ. આ ઉપરાંત અમેરિકા દ્વારા કાશમીરને ભારત દ્વારા સંચાલિત કાશ્મીર કહેવાને પણ વિદેશ મંત્રાલયે યોગ્ય ગણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગત સપ્તાહે અમેરિકાના પ્રવાસે હતા અને અહીં તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ઘણા મુદ્દે ચર્ચા કરી હતી પરંતુ બંનેએ એચવન-બી વીઝા અંગે સંયુક્ત પત્રકાર પરિષદમાં કોઇ નિવેદન આપ્યું નહોતું. બીજી તરફ અમેરિકાએ હિઝબુલ મુજાહિદ્દીનના પ્રમુખ સૈયદ સલાહુદ્દીનને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરતા કાશ્મીરને ભારત પ્રશાસિત કાશ્મીર ગણાવ્યું હતું. આ અંગે કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે, અમે તેના પર કોઇ કબજો કરેલો નથી. જોકે, હવે આ અંગે વિદેશ મંત્રાલયે પણ નિવેદન આપ્યું છે અને જણાવ્યું છે કે, ભારત અધિકૃત કાશ્મીર કહેવાથી અમારી મજબૂતી વધારે થઇ જાય છે કે, સૈયદ સલાહુદ્દીન સરહદ પારના આતંકવાદમાં સામેલ છે અને તેને ભારત વિરૂદ્ધ ફેલાવો કરી રહ્યો છે. વિદેશ મંત્રાલયે જણાવ્યંુ હતું કે, વર્ષ ૨૦૧૦-૧૩ વચ્ચે ક્રોસ બોર્ડર આતંકવાદમાં વધારો થયો છે જેનો પુરવો તેમનો પોતાનો જ રિપોર્ટ આપે છે. આ પહેલા રાહુલ ગાંધીએ જીએસટીને કારણે વિકલાંગો પર ટેક્સનો બોજ વધવાનો વિરોધ કર્યો હતો. જે બાદ નાણા મંત્રાલયે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, વિકલાંગોના કામે આવનારી તમામ વસ્તુઓ પર વધુ ટેક્સ લગાવવામાં નથી આવ્યો. આવા ઉપકરણોને ફક્ત પાંચ ટકાના સ્લેબમાં રાખવામાં આવ્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks