(એજન્સી) તા.૫
આજે સુશિક્ષિત ભારતીય મુસ્લિમના મૂડને યોગ્ય રીતે ઝીલી શકે એવો એક શબ્દ સમૂહ મેળવવો મુશ્કેેલ છે. બીજી બાજુ તેમની સુરક્ષા સામે કેટલાક સ્પષ્ટ ખતરા પણ છે. છેલ્લા ત્રણ વર્ષમાં કેટલાક કોમી રમખાણો થયા છે. એલ કે અડવાણીની રથયાત્રાની જેમ ભાગલાવાદી જેવું કઇ નથી. અડવાણીની રથયાત્રાના પગલે મુસ્લિમ વિરોધી લાગણી વધુ તીવ્ર બની હતી. વડાપ્રધાન જ્યારે કોમવાદી મુદ્દા પર કંઇ બોલતા નથી ત્યારે તેઓ જે કંઇ કહે છે તેમાં દોષ શોધવો મુશ્કેલ હોય છે. જેમ કે હિંસાનો ફરીથી આશ્રય લેનાર ગૌરક્ષકોને તેમનો તાજેતરનો ઠપકો નોંધનીય છે. ટીવી પર જે મુસ્લિમોની મુલાકાત લીધી છે અથવા જેમની સાથે મંે વાતચીત કરી છે તેના પરથી મુસ્લિમોમાં ચિંતા, અનિશ્ચિતતા અને ખાસ કરીને અસુરક્ષાની ભાવના વધુ જોવા મળે છે. ઘણા મુસ્લિમોને એવંુ લાગી રહ્યું છે કે છેલ્લા બે વર્ષમાં ભારતમાં કંઇક બદલાવ આવ્યો છે અને આ બદલાવ અંગે તેઓ ચિંતિત છે. મુસ્લિમોની બેચેની અને વ્યગ્રતાનું સ્પષ્ટ કારણ બીફ અંગેનું આંદોલન છે. જો કે આ કોઇ નવો મુદ્દો નથી. ૧૯૬૦માં પણ આ મુદ્દો ઉછળ્યો હતો પરંતુ એવો ભય છે કે આંદોલનના આ અવતારને ગાયોની પૂજા સાથે ઓછો પરંતુ મુસ્લિમોને નિશાન બનાવવા સાથે વધુ નિસ્બત છે.
મોટાભાગના ભારતીય મુસ્લિમો બીફના એટલા મોટા ચાહકો નથી. અવધી અને હૈદરાબાદી જેવી વાનગીઓમાં બીફ એ પ્રાથમિક માંસ હોતંુ નથી. જે લોકો બીફનું સેવન કરે છે તેમની બે કેટેગરી છે. પ્રથમ કેટેગરી કેરળ, ગોવા અને પૂર્વોત્તરના ખ્રિસ્તીઓ છે. આ લોકોને ચિંતા કરવાનું ઓછું કારણ છે કારણ કે ભાજપે એવું જાહેર કર્યુ છે કે તેને પૂર્વોત્તર ગાયો માટે પ્રેમ નથી. બીજી કેટેગરી ચિંતાજનક છે. સમાજના દલિતો અને મુસ્લિમો જેમને ચિકન કે બકરાનું માંંસ પરવડે તેમ નથી તેઓ જ બીફ ખાય છે કારણ કે તે સસ્તું છે. તેમ છતાં હવે તમામ મુસ્લિમોને બીફના ચાહકો માનવામાં આવે છે. ભારતીય મુસ્લિમોને ખાસ કરીને એવંુ લાગી રહ્યું છે કે જે ખાદ્ય ચીજવસ્તુઓ મોટા ભાગના ખાતા નથી તેના કારણે તેની અંગત સુરક્ષા સામે ખતરો છે. — વીર સંઘવી