Gujarat

બોરસદ પંથકમાં લોકસંપર્ક અભિયાન દરમ્યાન ભરતસિંહને ભારે જનસમર્થન

(સંવાદદાતા દ્વારા) આણંદ,તા.૧૧
આણંદ લોકસભા બેઠકનાં કોંગ્રેસનાં ઉમેદવાર અને દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ લોકસભા ચૂંટણી માટે બોરસદ તાલુકાનાં વિવિધ ગામોનો લોકસંપર્ક કરતા તેઓને વિવિધ ગામોમાંથી ભારે આવકાર સાથે જનસમર્થન પ્રાપ્ત થયું હતું.
આણંદ કૉંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકીએ બોરસદ તાલુકાના કીંખલોડ, કોઠિયાખાડ, નાની શેરડી, મોટીશેરડી, પીપળી, ખેડાસા અને ધનાવાસી ગામોનો લોકસંપર્ક કર્યો હતો તેઓનાં લોકસંપર્ક પ્રવાસમાં ખૂબ મોટી સંખ્યામાં સ્થાનિક કાર્યકરો, આગેવાનો, મહિલાઓ, યુવાનો અને જનતા જોડાઈ હતી.
ભરતસિંહ સોલંકીએ જંગી સભાને સંબોધતા જણાવ્યું હતું કે બોરસદ તાલુકાના લોકો હંમેશા કોંગ્રેસની સાથે રહ્યા છે. કૉંગ્રેસે હંમેશા દેશના ગરીબ , મધ્યમ વર્ગના લોકો યુવાનો અને મહિલાઓ માટે જ કામ કર્યું છે. મનરેગા હેઠળ દરેકને ૧૦૦ દિવસ નો રોજગારનો અધિકાર આપ્યો. હવે ૨૫ કરોડ ગરીબ લોકો માટે વાર્ષિક ૭૨,૦૦૦ આપવામાં આવે તેવી ન્યાય યોજના લાવવાની વાત કરી છે. યુવાનોને સસ્તું અને સારૂં શિક્ષણ મળી રહે તે માટે બજેટમાં બમણો ખર્ચ કરશે. અગાઉ નવોદય વિદ્યાલય લાવીને ઉચ્ચ કક્ષાનું અંગ્રેજી માધ્યમનું શિક્ષણ જિલ્લાના બાળકો માટે લાવ્યા. શિક્ષણ લોન માફ કરવામાં આવશે. યુવાનોને નવા ઉદ્યોગ કે વેપાર માટે ત્રણ વર્ષ સુધી કોઈ મંજૂરી કે ટેક્સ આપવો નહીં પડે.સૌને સ્વસ્થ અને સુખી જીવન માટે આરોગ્યનો અધિકાર મળશે. મહિલાઓ ને દરેક ક્ષેત્રે ૩૩% અનામત મળશે.તેમ જણાવ્યું હતું.આમ કોંગ્રેસ દેશના દરેક વર્ગના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે.
ભરતસિંહ સોલંકીની સાથે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ નટવરસિંહ મહિડા, તાલુકા પ્રમુખ, તાલુકા પંચાયત સભ્યો, સરપંચો અને આગેવાનો ઉપસ્થિત હતા.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.