ભરૂચ ભાજપ આઈટી સેલના હોદ્દેદારની ધરપકડ કરાઈ

(સંવાદદાતા દ્વારા) ભરૂચ, તા.૧૮
ભરૂચ ભાજપ આઈટી સેલના હોદ્દેદારે સોશિયલ મીડિયા ઉપર કુંવારી યુવતીને પ્રેમજાળમાં ફસાવવાનો પ્રયાસ કરતા મામલો સી-ડિવિઝન પોલીસ મથકે પહોંચતા પોલીસે રોમિયો એવા બે સંતાનના પિતાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ ભાજપ આઈટી સેલના એક હોદ્દેદાર પોતે બે સંતાનના પિતા હોવા છતાં સોશિયલ મીડિયા ઉપર ઝાડેશ્વરની યુવતીને પ્રેમજાળમાં ફસાવવાના પ્રયાસ અંગેના મેસેજો કરતા યુવતીએ રોમિયો સામે સી-ડિવિઝન પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે યુવતીની ફરિયાદના આધારે તપાસ કરતા રોમિયો ભરૂચની એકતાનગર સોસાયટીનો રહીશ કે જે ભાજપ આઈટી સેલના હોદ્દેદારની પોલીસે ધરપકડ કરી હતી. જોકે યુવતી કુંવારી હોવાથી બદનામીથી બચવા માટે સમાધાન કરવાની પ્રક્રિયા કરી હતી પરંતુ પોલીસે પણ આવા રોમિયો સામે કડક કાર્યવાહી કરી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks