ભરૂચ ખાતે ‘નયા ભારત મંથન-સંકલ્પ સે સિદ્ધિ’ કાર્યક્રમ યોજાયો

ભરૂચ, તા.૩૦
ભારત છોડો આંદોલનની ૭પમી વર્ષગાંઠ નિમિત્તે વડાપ્રધાનના સંકલ્પ સે સિદ્ધિ અભિયાન અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા સંકલ્પ પર્વની ઉજવણી રાખવામાં આવેલ છે. જેના ભાગરૂપે જિલ્લા વહીવટીતંત્ર ભરૂચ દ્વારા ત્રિ-સ્તરીય પંચાયતી રાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓના સંમેલનનું આયોજન ડો.બાબાસાહેબ આંબેડકર હોલ-ભરૂચ ખાતે જિલ્લા પ્રભારી સચિવ શાહમીના હુસેનની પ્રેરક ઉપસ્થિતિમાં રાખવામાં આવેલ. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ક્ષિપ્રા અગ્રે, તાલુકા પંચાયત અંકલેશ્વરના પ્રમુખ ભરતભાઈ પટેલ, આમોદના પ્રમુખ શ્રીમતિ વિલાસબહેન રાજ, જંબુસરના પ્રમુખ શ્રીમતિ જયાબહેન પઢિયાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી દિપ્તીબહેન, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ઇન્ચાર્જ નિયામક એચ.સી.ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. નયા ભારત મંથન-સંકલ્પ એ સિદ્ધિ કાર્યક્રમ પ્રસંગે જિલ્લા પ્રભારી સચિવએ શાહમીના હુસેને જણાવ્યું હતું કે દેશ જ્યારે આઝાદીના ૭પ વર્ષની ઉજવણી કરશે ત્યારે ગરીબી, ગંદકી, આતંકવાદ, ભ્રષ્ટાચાર, જાતિવાદ વગેરેથી પણ આઝાદ થયેલો હશે. આ સામાજિક આંદોલન થકી દેશ નવી ઊંચાઈઓ પર પહોંચશે. મહિલાઓને શિક્ષણ પ્રત્યે જાગૃત કરવા પડશે. પ્રારંભમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતિ દિપ્તીબહેને સ્વાગત પ્રવચન કર્યું હતું. અંતમાં આભારવિધિ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ઈન્ચાર્જ નિયામક એચ.સી.ઝાલાએ કરી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks