
ભરૂચ, તા.૧૩
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલી મુન્શી સ્કૂલની વિદ્યાર્થિનીને મનુબર ચોકડી પાસે ટ્રકે ટક્કર મારતા તેને ગંભીર ઈજાઓ થઈ હતી. તેથી ઘટનાસ્થળે જ તેણીનું મોત નિપજ્યું હતું. બનાવને પગલે લોકોએ હોબાળો કરતાં ડ્રાઈવર ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર મુન્શી ફઝ્ર્ સ્કૂલના ધોરણ ૧૨માં અભ્યાસ કરતી નિશાબેન ઝહરૂદિન મન્સૂરી ઉ.વ૧૮ તેના રાબેતા સમય મુજબ આજ રોજ સવારના સમયે સ્કૂલે જતી હતી. દરમિયાન મનુબર ચોકડી પોલીસ પોઇન્ટ પાસે પૂર ઝડપે દહેજ તરફ જઈ રહેલી ટ્રક નંબર ય્ત્ન.૦૫મ્ઠ.૦૬૧૯ ના ચાલકે નિશાને ટક્કર મારતા નિશા તેની ગાડી ઉપરથી રોડ પર પટકાતા નિશાને ઈજાઓના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
ઘટના બાદ ટ્રક ચાલક ટ્રક લઇ ભાગવા જતા સ્થાનિકો એ બૂમાબૂમ કરતા ટ્રક ઘટનાસ્થળે મૂકી ચાલક ફરાર થઇ ગયો હતો. ઘટનાના પગલે મનુબર ચોકડી વિસ્તારના લોકો અને સ્કૂલ સંચાલકોમાં ડમ્પર ચાલક સામે ભારે રોષ ઊભો થયો હતો. સાથે સાથે દહેજ હાઇવે રોડ ઉપર સ્કૂલ આવેલી હોય રોડ ઉપર બમ્પર બનાવવા લોક માંગ ઉઠવા પામી છેે. હાલ બનાવ અંગે ભરૂચ બી ડિવિઝન પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી ફરાર ટ્રક ચાલકને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થિનીના મોતના પગલે આવતીકાલે જિલ્લા કલેક્ટરને સ્કૂલના વિદ્યાર્થીઓ આવેદનપત્ર આપી રોડ ઉપર બમ્પર મૂકવા અને પૂરઝડપે જતા વાહનોની ગતિ ઉપર લગામ લગાવવાની માંગ કરશે.