ભરૂચમાં કડાકા ભડાકા સાથે બે ઈંચ વરસાદ ખાબક્યો

ભરૂચ, તા.ર૮
ગત સાંજથી સવાર સુધી ભરૂચ જીલ્લાના તાલુકાઓમાં વીજળીના કડાકા વચ્ચે ઝરમર વરસાદ વરસ્યો હતો. સવાર સુધી મેઘ મહેરના કારણે ભરૂચ શહેરના મુખ્ય માર્ગો ઉપર એક સમયે પાણી ભરાયેલા નજરે પડ્યા હતા તો બીજી તરફ કાતોપોર બજાર, ફાટા તળાવ, ચાર રસ્તા, પાંચબત્તી, દાંડિયા બજાર, કસક જેવા વિસ્તારોમાં પાણી ભરાયેલા નજરે પડ્યા હતા. સતત ગત સાંજથી વીજળીના કડાકા ભડાકા સાથે ભાદરવાની મોસમ જીલ્લામાં જામતા કેટલાક સ્થળોએ વીજળી ગુલ થવાના બનાવો બન્યા હતા જ્યારે કેટલાક સ્થળોએ દિવાલ અને મકાન ધરાશાઈના નાના-મોટા બનાવ બન્યા હતા.
ગત સાંજે ૬ વાગ્યા થી સવારના ૧૨ વાગ્યા સુધી આમોદમાં ૩૫ એમએમ, અંકલેશ્વરમાં ૮૮ એમએમ, ભરૂચમાં ૫૫ એમએમ, હાંસોટમાં ૧૧૩ એમએમ, જંબુસરમાં ૨૮ એમએમ, નેત્રંગમાં ૧૨૪ એમએમ, વાગરામાં ૩૬ એમએમ, વાલિયામાં ૮૩ એમએમ, ઝગડીયામાં ૫૮ એમએમ વરસાદ વરસ્યો હોવાનું જીલ્લા ફ્લડ કંટ્રોલ પાસે થી જાણવા મળ્યું હતું.
આમ જીલ્લાના નેત્રંગ તાલુકામાં સૌથી વધુ અને જંબુસર તાલુકામાં ઓછો વરસાદ વરસ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks