ભવિષ્યના સ્વતંત્ર પેલેસ્ટીન વિશે અમેરિકાને તેનું વલણ જાહેર કરવા પેલેસ્ટીની અધિકારીની વિનંતી

(એજન્સી) તા.૯
એક પેલેસ્ટીની અધિકારીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારને ભવિષ્યના સ્વતંત્ર પેલેસ્ટીનના નિર્માણ અંગે તેનું વલણ સ્પષ્ટ કરવા વિનંતી કરી છે. તેમણે કહ્યું કે આ મામલે અમેરિકાએ તેનું મંતવ્ય સ્પષ્ટ કરી દેવું જોઇએ. ધી પેલેસ્ટાઇન લિબરેશન ઓર્ગેનાઇઝેશ (પીએલઓ)ના મહાસચિવ સાએબ ઇરેકાતે આ નિવેદન સોમવારે જાહેર કર્યુ હતું. તમને જણાવી દઇએ કે જોર્ડનના કિંગ અબ્દુલ્લાહ-રએ વેસ્ટ બેન્કના રામાલ્લાહ શહેરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન રામાલ્લાહ ખાતે જોર્ડનના કિંગે પેલેસ્ટીનના રાષ્ટ્રપતિ મહેમુદ અબ્બાસ સાથે બેઠક યોજી હતી. આ બેઠક પવિત્ર અલ અક્સા મસ્જિદ મામલે ઇઝરાયેલ અને પેલેસ્ટીન વચ્ચે ઘણા દિવસો સુધી ચાલેલી અથડામણને અંતે યોજવામાં આવી હતી. ઈરેકાતે તેમના નિવેદનમાં જણાવ્યું કે જોર્ડનના કિંગ અબ્દુલ્લાહે આ બેઠક દરમિયાન મુશ્કેલીના દોરમાંથી પસાર થઇ રહેલા પેલેસ્ટીની રાષ્ટ્રપતિ મહેમૂદ અબ્બાસ અને પેલેસ્ટીની નાગરિકોને સમર્થન આપવાનો સંદેશો આપ્યો હતો. તમને જણાવી દઇએ કે જોર્ડન એવો બીજો અરબ દેશ છે જે ઇઝરાયેલ સાથે ડિપ્લોમેટિક સંબંધો ધરાવે છે. તે પૈકી પ્રથમ દેશ ઇજિપ્ત છે જેના ઇઝરાયેલ સાથે પણ ડિપ્લોમેટિક સંબંધો છે. જોર્ડનના કિંગ અબ્દુલ્લાહ-ર અને પેલેસ્ટીની રાષ્ટ્રપતિ મહેમુદ અબ્બાસે સંયુક્ત નિવેદનમાં અમેરિકાને અરજ કરી હતી કે તેણે ઇઝરાયેલ અને પેલેસ્ટીનના વિવાદને ઉકેલવા માટે પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઇએ અને સ્વતંત્ર પેલેસ્ટીનના નિર્માણ અંગે ચોક્કસ વાયદો કરવો જોઇએ. ઇરેકાતે તેમના નિવેદનમાં વધુમાં અમેરિકાને અરજ કરતાં કહ્યું છે કે અમેરિકાએ ઇઝરાયેલ પેલેસ્ટાઇન વચ્ચેની વાટાઘાટોમાં દરમિયાનગીરી કરવા સહમતિ આપવી જોઈએ અને કબજા હેઠળના વિસ્તારોમાં ઇઝરાયેલ દ્વારા કરવામાં આવી રહેલી બાંધકામની કામગીરીને ચોક્કસપણે જપ્ત કરી લેવી જોઇએ. તમને જણાવી દઇએ કે વોશિંગ્ટન પણ આ મામલે કહી ચૂક્યું છે કે અમે ઇઝરાયેલી પેલેસ્ટાઈની વિખવાદને લાંબા સમય સુધી નહીં ચાલવા દઇએ, ૫ણ આ મામલે વધારે જોર નહીં આપીએ. ઇઝરાયેલે છ દિવસના ૧૯૬૭ના યુદ્ધ બાદથી આ વેસ્ટ બેન્ક, ગાઝા, અલ કુદ્‌સ પર કબજો જમાવી રાખ્યો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks