તળાજામાં ૭, મહુવામાં ૬ ઈંચ વરસાદથી ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ

ભાવનગર, તા.૧૬
ભાવનગર શહેર અને જિલ્લામાં રવિવારે વરસાદ બાદ આજે દિવસ દરમિયાન વરસાદ શરૂ રહ્યો હતો. ભાવનગર શહેરમાં દિવસ દરમિયાન ધીમીધારે બે ઈંચ વરસાદ પડ્યો હતો જ્યારે તળાજા પંથકમાં સાત ઈંચ અને મહુવામાં વધુ ૬ ઈંચ વરસાદ પડતાં તળાજા, મહુવા પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભાવનગર શહેરમાં રવિવારે પાંચ ઈંચ વરસાદ પડ્યા બાદ આજે દિવસભર વરસાદી માહોલ યથાવત રહ્યો હતો અને સાંજ સુધીમાં વધે બે ઈંચ જેટલું પાણી ચડી ગયું હતું. આજે ધીમીધારે મેઘરાજા વરસતા લોકોએ એકંદરે રાહત અનુભવી હતી. રવિવારે જેસર પંથકના સવા નવ ઈંચ વરસાદ પડ્યા બાદ આજે તળાજા અને મહુવા પંથકના સાત ઈંચ જેટલો વરસાદ પડતાં ગામડાઓમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદ અને પૂરની સ્થિતિના પગલે એનડીઆરએફની એક ટીમ તળાજા પંથકમાં બચાવ કાર્ય માટે મોકલવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લાના ઘોઘા પંથકમાં અઢી ઈંચ, સિહોર, પાલિતાણા અને ઉમરાળા પંથકમાં બે ઈંચ, વલભીપુર અને જેસર પંથકમાં સવા ઈંચ જ્યારે ગારિયાધાર પંથકમાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો. તળાજા, મહુવા પંથકમાં બીજા દિવસે પણ ભારે વરસાદના પગલે વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ભાદ્રોડી અને બગડ નદીઓ તોફાની બની

ભાવનગર, તા.૧૬
ભાવનગર જિલ્લામાં અનરાધાર વરસાદ વરસ્યો છે. જિલ્લાની મોટાભાગની નદીઓ બંનેકાંઠે વહી રહી છે. ઓઝત-ર ડેમ અકિલા ઓવરફ્લો થવાના કારણે બગડ નદી બે કાંઠે વહી રહી છે. બીજી તરફ ભાદ્રોડી નદી પણ ગાંડીતૂર બનીને વહી રહી છે. બગડ ડેમના કારણે નિષ્ક્રિય થઈ ચૂકેલી ભાદ્રોડી નદીમાં છેલ્લા ૩૦ વર્ષમાં ન આવ્યું હોય તેટલું પાણી આવ્યું છે. ભાદ્રોડ ગ્રામ્ય વિસ્તારમાં પાણી ફરી વળ્યું છે. ગામના રક્ષણ માટે ચણાયેલા કોટ (દીવાલ)ને પાર કરીને પાણી ગામમાં ઘૂસી ચૂકયું છે. બગડ નદીમાં પણ ઘોડાપુર આવ્યું છે. યાત્રાધામ ગણાતા બગદાણાના બગડેશ્વર મહાદેવનું મંદિર ડૂબમાં છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts