ભાવનગર, તા.ર૧
છેલ્લા ત્રણ-ચાર દિવસથી ભાવનગર શહેરમાં ભારે ચકચારી બનેલ ઘટનામાં શહેરના બોરતળાવ મફતનગર વિસ્તારમાં રહેતી ૯ વર્ષની માસૂમ બાળાને લાલચ આપી સાઈકલ બેસાડી ર૦થી રપ વર્ષના અજાણ્યા શખ્સે આ બાળાને અવાવરૂ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચારી નરાધમ નાસી છુટ્યો હતો. આ બનાવની જાણ થતા જિલ્લા પોલીસ વડા, સિટી ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓએ આ બનાવની ઘનિષ્ટ તપાસ હાથ ધરી છે અને ભાવનગરની એલસીબી, એસઓજી અને બોરતળાવ પોલીસની અલગ અલગ ટીમો બનાવી છેલ્લા બે-ત્રણ દિવસથી આ બનાવની તપાસ હાથ ધરવામાં આવી છે. પરંતુ માસૂમ બાળા ઉપર બળાત્કાર કરનારો નરાધમ શખ્સ પોલીસને જડતો નથી અને ઘણી એવી પણ ચર્ચાઓ ચાલે છે કે માસૂમ બાળા ઉપર દુષ્કર્મ મામલે પોલીસે શકમંદને ઉઠાવી લીધો છે. પરંતુ હજુ તપાસ ચાલુ હોવાથી જાહેર કરવામાં આવ્યું નથી. આ બનાવ અંગે પીઆઈ રબારીએ જણાવ્યું હતું કે દુષ્કર્મના બનાવનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાઈ જશે.