ભાવનગરમાં પોલીસ ઉપર ફાયરિંગ કરનાર શખ્સ પિસ્તોલ સાથે ઝડપાયો

ભાવનગર,તા.ર૪
ભાવનગરના ડી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ડીસ્ટાફના હેડ કોન્સ્ટેબલ દશરથ ગોહિલ અને લગધીરસિંહ ગોહિલ ચીલઝડપના આરોપીને પૂર્વ બાતમીને આધારે ઝડપી લેવા ડુંભારવાડા રોડ રામજીની વાડી પાસેના મારૂતિનંદન ફલેટમાં બીજા માળે ગયા હતા. ત્યારે ફલેટમાં રહેલા એક શખ્સે પીસ્તોલમાંથી બે રાઉન્ડ ફાયરિંગ કરતા દશરથસિંહને એક ગોળી ખભાના ભાગે વાગી હતી. જયારે એક ઘસારો મારી નીકળી ગઈ હતી. આ શખ્સને બીજા પોલીસ કર્મી લગધીરસિંહે ઝડપી લેતા આ શખ્સ લગધીરસિંહને બચકુ ભરી ઈજા પહોંચાડી હતી. બન્ને પોલીસે આ શખ્સોને ઝડપી પોલીસને જાણ કરતા પોલીસ કાફલો આવી પહોંચ્યો હતો અને ફાયરિંગ કરનાર મૂળ યુ.પી.ના ભૈયા પપ્પુ કમલ પટેલ (ઉં.વ.૩૩)ને પિસ્તોલ સાથે ઝડપી લીધો હતો. ફાયરિંગ કરનાર શખ્સના ફલેટમાંથી દારૂ પણ મળી આવ્યો હતો. આ બનાવ અંગે ડી-ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks