ભાવનગરમાં યોગીની સભાનો દલિત અને કોળી સમાજે વિરોધ કર્યા

(સંવાદદાતા દ્વારા) ભાવનગર, તા.૧
ચૂંટણીના દિવસો જેમ જેમ નજીક આવી રહ્યા છે તેમ તેમ દરેક રાજકીય પક્ષો પ્રચારકને ગુજરાતમાં ઉતારી રહ્યા છે ત્યારે આજે ભાવનગરના ભાજપના તમામ ઉમેદવારોના સમર્થનમાં ભાજપ દ્વારા યુપીના સીએમ યોગી આદિત્યનાથની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો યોગીજીને સાંભળવા માટે આવી પહોંચ્યા હતા. જો કે યોગીજીની સભા દરમિયાન દલિત સમાજ અને કોળી સમાજના આગેવાનો દ્વારા તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો. જેથી પોલીસ ૨૦ કરતા વધુ કાર્યકરોની અટકાયત કરી હતી.
યોગી આદિત્યનાથની સભા દરમિયાન ભાવનગરના દલિત સમાજના આગેવાનો અને કોળી સમાજના આગેવાનો દ્વારા સૂત્રોચ્ચાર કરીને સભાસ્થળની બહાર યોગીનો વિરોધ કરવામાં આવ્યો હતો. દલિત સમાજે યોગીનો વિરોધ કરતા કહ્યું હતું કે યોગીની ભાવનગરમાં નહિ પરંતુ યુપીમાં જરૂર છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks